Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રને આઇફોન લેવો હતો, પહાડ પરથી છલાંગ લગાવી:બચાવવા જતા પિતા પણ પડ્યા, નજર સામે બનેલી ઘટનાના આઘાતમાં માતા પણ કૂદી ગઈ; ગણતરીની મિનિટોમાં પરિવાર ખતમ

    2 days ago

    છત્રપતિ સંભાજીનગરમાં શુક્રવારે માતા-પિતા અને પુત્ર સહિત 3 લોકોના મોતની ઘટના સામે આવી છે. હકીકતમાં, 18 વર્ષનો એક પુત્ર આત્મહત્યા કરવાના ઇરાદે પહાડ પર પહોંચ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં તેના પિતા ખીણમાં પડી ગયા અને તેમનું પણ મૃત્યુ થયું. પતિ અને પુત્રનું મૃત્યુ પોતાની આંખો સામે જોયા પછી માતાએ પણ પહાડ પરથી છલાંગ લગાવી દીધી. આ ઘટના તિસગાંવ વિસ્તારના ખાવડ્યા પહાડની છે. છોકરાએ આ પગલું શા માટે ભર્યું, તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. જોકે તિસગાંવના પૂર્વ સરપંચનો દાવો છે કે આત્મહત્યા કરનાર છોકરો આઇફોન લેવા માંગતો હતો. અકસ્માતનો 7 સેકન્ડનો વીડિયો વાઇરલ થયો… આત્મહત્યા કરવા ગયેલા છોકરાને 3 કલાક સુધી સમજાવતા રહ્યા લોકો તિસગાંવના પૂર્વ સરપંચ સંજય જાધવના જણાવ્યા અનુસાર, કુણાલ સવારે લગભગ 10 વાગ્યાથી પહાડ પર હતો. લોકો સતત તેને સમજાવી રહ્યા હતા. તેમણે કુણાલને કહ્યું કે તે નીચે આવી જાય, તેને મોબાઇલ ફોન આપવાની વાત પણ કહી. કુણાલ ખૂબ જ પરેશાન હતો અને કહી રહ્યો હતો કે હવે તેની પાસે કોઈ રસ્તો રહ્યો નથી. પુત્ર મરવાની જીદ પર મક્કમ હતો આખો પરિવાર દેવલાઈનો રહેવાસી હતો. તેઓ બધા શુક્રવારે સવારે 10 વાગ્યે ટેકરીના કિનારે આવીને ઊભા રહી ગયા હતા. પુત્ર પરિવારને આત્મહત્યાની ધમકી આપવા લાગ્યો. લગભગ 3 કલાક સુધી ત્યાં હાજર ગામલોકો અને પુત્રની માતા તેને સમજાવતા રહ્યા. તેમણે પુત્રને કહ્યું કે તે ભણેલો-ગણેલો છે, પોતાના ભવિષ્ય અને માતા-પિતા વિશે વિચારે, પરંતુ છોકરો ફક્ત એટલું જ કહી રહ્યો હતો, "ના-ના, મારે મરવું જ છે." પિતાએ બેલેન્સ ગુમાવ્યું, માતાએ છલાંગ લગાવી, ત્રણેયના મોત કુણાલના પિતા છેલ્લા લગભગ 15-20 મિનિટમાં તેની પાસે પહોંચ્યા અને તેને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ દરમિયાન કુણાલે અચાનક છલાંગ લગાવી દીધી. તેને પકડવાના પ્રયાસમાં તેના પિતાએ બેલેન્સ ગુમાવ્યું અને બંને ઊંડી ખીણમાં પડી ગયા. બંનેના મોત થયા. પતિ અને પુત્રને પોતાની આંખો સામે ખીણમાં પડતા જોઈને માતા સંગીતા આઘાતમાં આવી ગઈ. તેણે પણ પહાડ પરથી છલાંગ લગાવી દીધી. તેમનું પણ મોત થયું. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જાળ પાથરી, પરંતુ છોકરો દિશા બદલતો હતો સ્થિતિની ગંભીરતાને સમજતા, ફાયર ફાઇટરોએ યુવકને બચાવવા માટે પહાડની તળેટીમાં એક મોટી સુરક્ષા જાળ પાથરી. જોકે, પહાડની ટોચ પર ઉભેલો છોકરો સતત પોતાની દિશા બદલી રહ્યો હતો. આથી તેના પિતા પણ ઉપર આવ્યા અને તેને વિનંતી કરી. પરંતુ બપોરના લગભગ 1 વાગ્યે, છોકરો અચાનક નીચે કૂદી ગયો. છોકરાને ખીણમાં પડતો જોઈ, તેને પકડવા દોડેલા પિતા પણ પોતાનું બેલોન્સ ગુમાવી બેઠા અને બંને એક ઊંડી ખીણમાં પડી ગયા. આ ભયાનક દ્રશ્ય જોઈને આઘાતમાં આવેલી માતા પણ તેમની પાછળ કૂદી પડી.
    Click here to Read More
    Previous Article
    ભાજપે કહ્યું- પોલીસ પર હુમલો થયો, ત્યારે રાહુલ ન બોલ્યા:રાહુલ 4 કલાકથી ધરણા પર, વિદ્યાર્થીને વાગેલા છરા બતાવ્યા; FIR પર અડગ
    Next Article
    લઠ્ઠાકાંડ બાદ ડિફેન્સના નામે વેચાતો નકલી દારુ ઝડપાયો:લઠ્ઠાકાંડમાં સુરતનો યુવક બ્રેઈન ડેડ, 23 ઓગસ્ટે પોલીસની ટેક્નિકલ ભરતીની પરીક્ષા, તહેવારોમાં 66 એક્સ્ટ્રા બસો દોડાવાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment