Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ યુનિવર્સિટીમાં યુવાનના ફોટા સાથે છેડછાડનો આક્ષેપ:દલિત સમાજના આગેવાનોએ વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરી

    2 days ago

    કચ્છ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં એક યુવાનના ફોટા સાથે કથિત છેડછાડનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધમાં યુનિવર્સિટી ખાતે ધરણાં યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. માહિતી મુજબ, યુનિવર્સિટીની લાયબ્રેરીમાં GPSCની DYSSOની લીગલ પરીક્ષામાં ટોપર રહેલા યુવાનનો ફોટો પ્રેરણારૂપ બોર્ડ પર મૂકવામાં આવ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપો બાદ મામલો ગંભીર બન્યો હતો. ઘટનાની જાણ થતાં દલિત સમાજના આગેવાનો અને યુવાનો યુનિવર્સિટી પરિસરમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સમાજના આગેવાનો નરેશ મહેશ્વરી અને હિતેશ મહેશ્વરી સહિતનાઓએ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. મોહન પટેલને મળીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. રજૂઆત દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે લાયબ્રેરીમાં લગાવેલા CCTV કેમેરામાં ઘટના કેદ થઈ હોવાની શક્યતા છે. તેથી CCTV ફૂટેજની તપાસ કરી સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ બનાવને લઈને યુનિવર્સિટી સ્ટાફની કામગીરી અને દેખરેખ વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. યુનિવર્સિટી પરિસરમાં આવી ઘટના કેવી રીતે બની અને જવાબદાર વ્યક્તિ સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.દરમિયાન, કચ્છ યુનિવર્સિટીના SC-ST સેલ દ્વારા પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ પ્રકારની ભેદભાવપૂર્ણ અથવા જાતિવાદી માનસિકતાને સ્થાન ન મળવું જોઈએ. તપાસ બાદ હકીકત બહાર આવે અને જો કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ મામલો વધુ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ 3 કલાકથી ધરણા પર, FIR પર અડગ:પીડિત વિદ્યાર્થીને વાગેલા છરા બતાવ્યા; કહ્યું- પેલેટ ગન દિલ્હી પોલીસે નથી ચલાવી તો કોણે ચલાવી
    Next Article
    "પોલીસ વિભાગ જ વચેટિયાઓ સાથે મિલીભગત કરીને દારૂ વેંચે છે":ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી આપ નેતાના લઠ્ઠાકાંડ મામલે ગંભીર આક્ષેપો, નેતાએ કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેમને તુરંત જેલમાં પૂરવામાં આવે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment