Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘીબેન કન્યા સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    15 hours ago

    વઢવાણના મોંઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળાઓ દ્વારા રજૂ કરાયેલી દેશભક્તિપૂર્ણ કૃતિઓને બિરદાવી હતી. તેમણે બાળાઓની પ્રતિભા અને તેમના હૃદયમાં રહેલી રાષ્ટ્રપ્રેમની ભાવનાને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોંઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલના સંચાલક દીનેશભાઈ વાજા, શિક્ષકમિત્રો અને શાળાની બાળાઓએ સઘન પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયો હતો. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત મહાનુભાવોએ બાળાઓની ઉત્કૃષ્ટ રજૂઆતને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની કાર્યવાહી:250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ₹5 હજાર દંડ વસૂલાયો
    Next Article
    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે Gen Z ના પ્રશ્નોના આપ્યા જવાબ:નેશનલ ઇન્ડક્શન 7.0માં કોરિયન હાર્ટથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી ચાલતા અતિશય વિચારો, ‘સિચ્યુએશનશિપ’થી લઈને ‘સોલમેટ’ વિષે વિવિધ પ્રશ્નો પૂછ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment