Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરની માફક રાજકોટમાં લઠ્ઠાકાંડની શક્યતા!:કોંગ્રેસે શહેરમાં ધમધમતા દારૂના હાટડાના એડ્રેસ આપ્યા, ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા

    1 week ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તમામ DCP ઝોનના અધિકારીઓ દ્વારા દારૂના હાટડાઓ હાલ ધમધમી રહ્યા છે ત્યાં રેડ પાડી તે બંધ કરાવવામાં આવે અને પોલીસની હપ્તા સિસ્ટમ પણ બંધ થાય તે જરૂરી છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં ચાલતા દારૂના અમૂક અડ્ડાઓના એડ્રેસ આપી આખું લિસ્ટ આપવાની વાત કરી હતી. રંગીલા રાજકોટ શહેરમાં હત્યા અને લૂંટફાટ જેવી ઘટનાઓ સામાન્ય કરી છે ત્યારે રાજકોટ પોલીસની ધાક રહી નથી. જેથી રાજકોટ શહેરમાં પ્રવેશતા પહેલા અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે તેવા માઈલ સ્ટોન લગાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કર્યો હતો તો ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર માગ કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ થયો અને અનેક લોકોના જીવ ગયા તે પ્રકારનો બનાવ રાજકોટમાં ન બને તે માટે અમે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક સમક્ષ રજૂઆત કરી હતી. રાજકોટમાં હત્યા, દારૂના હાટડા, ચોરી અને લૂંટફાટ સહિતની ઘટનાઓ બની રહી છે પહેલા જે રીતે પોલીસની માફિયાઓ ઉપર ધાક હતી તે પ્રકારની ધાક હવે રહી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ ફરીથી માફીયાઓ પર ધાક ઊભી કરે. જેથી રાજકોટના લોકો શાંતિથી જિંદગી જીવી શકે. ભાવનગર જેવો બનાવો રાજકોટમાં ન બને અને દારૂના હાટડા ચલાવવા માટે પોલીસ દ્વારા જે હપ્તા લેવામાં આવી છે તે બંધ થાય. રાજકોટ પોલીસ કમિશનર કચેરી હેઠળ આવતા તમામ ડીસીપી દ્વારા પોતાના ઝોનમાં પેટ્રોલિંગ કરે અને દારૂ વેચાતા હોય તેનું લીસ્ટ તૈયાર કરી જ્યાં રેડ પાડે તો ગૂનો આચરતા તત્વો ડરશે. તેમણે જણાવ્યું કે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં પોલીસની ધાક રહી નથી. છેલ્લે પોલીસ કરમીના પરિવારના સભ્યની પણ હત્યા કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ 15 દિવસ પહેલા આવ્યા હતા ત્યારે તેની પૂર્વ રાત્રિએ જ મર્ડર થયું હતું. જેથી રાજકોટ પોલીસ નિષ્ફળ છે અને તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ છે. રાજકોટ શહેરમાં પ્રવેશ કરો ત્યારે માઇલ સ્ટોન લગાવવામાં આવ્યું હોય અને તેમાં લખ્યું હોય કે અહીં કાયદો અને વ્યવસ્થાની કદ પૂરી થાય છે તે પ્રકારની પરિસ્થિતિ આ શહેરમાં જોવા મળી રહી છે. જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત દરમિયાન રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારા વોટ માં સંતોષીપરા, કીટીપરા અને પોપટપરાની પાછળ આવેલા 53 આવાસ ખાતે દારૂના હાટડા ચાલતા હોવાની અરજી પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં એક મહિના પહેલા કરવામાં આવી હતી પરંતુ તે બાદ પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને હાલની તકે પણ અહીં દારૂના હાટડા ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં નિર્વાણ કલ્યાણ ઉજવાયું:પ્રભુ મિલન, સોનાની આંગી અને વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે ભક્તિનું આયોજન
    Next Article
    Amar Ujala Bulletin 7 July: Sanju Out, Vaibhav In? IND vs ZIM Squad | UP Rain Alert | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment