Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગલ પાંડે બ્રિજ પર મહાકાય મગરની લટાર:મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા, તરવાનો અદ્દભૂત નજારો કેમેરામાં કેદ

    22 hours ago

    વડોદરાના કારેલીબાગ રાત્રિ બજાર નજીક આવેલા મંગલ પાંડે બ્રિજ પરથી પસાર થતી વખતે નદીના કિનારે પથ્થરની ફેન્સિંગ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો હતો. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો મગરને નજીકથી નિહાળવા માટે રોકાઈ જતાં રાજમાર્ગ પર અચરજ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. વિશ્વામિત્રી અને વડોદરામાં મગરોની વસ્તી વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં માત્ર 50 મગરો હતા, જે સંખ્યા વધીને આજે 420થી વધુ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો વિશ્વામિત્રી ઉપરાંત દેવ, ઢાઢર અને નર્મદા નદી સહિત વિવિધ તળાવોમાં મળીને કુલ 1,000થી પણ વધુ મગરો વસવાટ કરે છે. મગરની શિકાર પદ્ધતિ અને સરકારી સહાય મગર શેડ્યૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. પાણીમાં ઊતરતી વખતે આંખ પર ગ્લેન્સ આવવાને કારણે તેની વિઝિબિલિટી 60% થી 70% ઘટી જાય છે. આથી તે પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. નદી કિનારે કપડાં-વાસણ ધોતી વખતે કે છબછબિયાં કરતી વખતે મગર શિકાર સમજીને હુમલો કરી બેસે છે. મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો સરકાર દ્વારા ₹4 લાખનું વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કૌમી ઇન્સાફ મોરચાનો પંજાબ બંધ:ખરડ-ચંદીગઢ હાઈવે બંધ કરાયો, અમૃતસરમાં બસો બંધ; સ્કૂલોમાં રજા
    Next Article
    Don't Issue New SIMs To Those Having 9 Connections: Centre Asks Telcos

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment