Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલમાં સિનિયર ડોક્ટરે જુનિયરને ફડાકો ઝીંક્યો:જુનિયર મહિલા ડોક્ટર સાથે અશ્વિન રામાણી પર ગાળાગાળી-મારામારી કરી, હડતાળ પર ઉતરતા દર્દીઓ રામભરોસે

    7 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચે અંદરોઅંદરની બોલાચાલી અને મારામારીના આક્ષેપોને પગલે જુનિયર ડોક્ટરોએ મધરાત્રે જ હડતાળ પાડી દીધી હતી. ડોક્ટરો વચ્ચેની માથાકૂટના કારણે ઈમરજન્સી સેવાઓ ખોરવાતાં ગંભીર હાલતમાં આવેલા દર્દીઓ રામભરોસે મુકાઈ ગયા હતા. આ સમગ્ર મામલો હવે પોલીસ ફરિયાદ (FIR) સુધી પહોંચતાં સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી પર ગાળાગાળી અને મારામારીના આક્ષેપ ઘટનાની વિગતો અનુસાર, દર્દીની સારવાર બાબતે ત્રિશા શિંગાળા નામના જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી પાસે ગયા હતા. તે સમયે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા તેમની સાથે ઉગ્ર બોલાચાલી, ગાળાગાળી અને મારામારી કરવામાં આવી હોવાનો આરોપ જુનિયર ડોક્ટરોએ લગાવ્યો છે. ગાળાગાળી કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુનિયર ડોક્ટરોનો આક્ષેપ છે કે ડો. રામાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે આવું અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે. ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ અને વહીવટી તંત્ર પર સવાલો સિનિયર ડોક્ટરના વર્તનથી નારાજ થઈને ઈમરજન્સી વોર્ડના જુનિયર ડોક્ટરોએ મધ્યરાત્રિથી જ કામગીરીથી અળગા રહી હડતાળ શરૂ કરી દીધી હતી, જેના કારણે દૂર-દૂરથી આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ બનાવને પગલે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા અને ગેરશિસ્ત સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    मोहाली में निर्माणाधीन अस्पताल की छत गिरी, मलबे में दबकर 2 मजदूरों की मौत
    Next Article
    ચર્ચા હર્ષદ પટેલની, મેન્ડેટ અંકુર પટેલનું:ભાજપે 'સ્કાયલેબ' પદ્ધતિથી કોસાડના અંકુર પટેલને સોંપી 4000 કરોડની APMCની કમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment