Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયુષ-સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર:ચીનની વાંગ ઝીયીએ ઈજા છતાં હરાવી, ત્રિસા-ગાયત્રી ક્વાર્ટર ફાઇનલમાં

    1 day ago

    ભારતની પીવી સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. તેને વુમન્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ 16 મેચમાં ચીનની વાંગ ઝી યીએ 11-21, 21-15, 17-21થી હરાવી. આ મેચ એક કલાક 28 મિનિટ ચાલી. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં ગુરુવારે ત્રીજી સીડ ચીનની ખેલાડી ક્રેમ્પ્સથી પરેશાન દેખાઈ. તેમ છતાં તેણે ભારતીય સ્ટાર સિંધુને હરાવી. સિંધુની હાર સાથે સિંગલ્સ કેટેગરીમાં ભારતનો પડકાર સમાપ્ત થઈ ગયો છે. તેની પહેલા આયુષને ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાને તેને 45 મિનિટમાં 21-19, 21-11થી હરાવ્યો. આયુષ શેટ્ટી 45 મિનિટમાં હાર્યો પહેલા ગેમમાં છેલ્લે સુધી મુકાબલો આયુષે શરૂઆતના ત્રણ પોઇન્ટ્સ પોતાના નામે કર્યા. અલ્વી ફરહાને ધીમે ધીમે વાપસી કરી. ઇન્ટરવલ સુધી ઇન્ડોનેશિયન ખેલાડી 11-9થી આગળ હતો. અહીંથી બંને વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. છેલ્લી મોમેન્ટમાં ફરહાને સારી રમત બતાવતા પહેલી ગેમ 21-19થી જીતી લીધી. બીજી ગેમમાં ફરહાને દબાણ બનાવ્યું બીજી ગેમમાં આયુષ શરૂઆતથી જ દબાણમાં દેખાયો. ફરહાને પહેલા ગેમની લીડનો ફાયદો ઉઠાવ્યો અને સતત પોઇન્ટ મેળવતો ગયો. એક સમયે તે 8-5થી આગળ હતો. તેણે બીજો ગેમ 21-11થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી. ત્રિસા-ગાયત્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ વુમન્સ ડબલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. 39મી સીડ ભારતીય જોડીએ રાઉન્ડ ઓફ 16માં જાપાનની 7મી સીડ રિન ઇવાનાગા અને કી નાકાનિશીને સીધા ગેમમાં 21-16, 21-12થી હરાવ્યા. જ્યારે, મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોને ચીનની ગુઓ શિન વા અને ચેન ફાંગ હુઈએ 21-16, 21-5થી હરાવ્યા. આ સાથે જ ભારતનું મિક્સ્ડ ડબલ્સ અભિયાન પણ સમાપ્ત થઈ ગયું. ધ્રુવ-તનિષાની જોડી ચીનીઓ સામે હારી મિક્સ્ડ ડબલ્સના રાઉન્ડ ઓફ 16માં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોને ચીનના ગુઓ શિન વા અને ચેન ફાંગ હુઈ સામે 16-21, 5-21થી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ 31 મિનિટ સુધી ચાલી. ધ્રુવ અને તનિષાએ અગાઉની મેચમાં મકાઉના લિયોંગ લોક ચોંગ અને એન વેંગ ચીને 21-11, 21-11થી હરાવ્યા હતા. સાત્વિક-ચિરાગને વોકઓવર મળ્યું મેન્સ ડબલ્સના રાઉન્ડ ઓફ 16માં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો મુકાબલો મલેશિયાના જુનૈદી અરિફ અને રોય કિંગ યાપ સામે થશે. ભારતીય જોડીને છેલ્લા રાઉન્ડમાં સ્કોટલેન્ડના એલેક્ઝાન્ડર ડન અને એડમ પ્રિંગલ સામે વોકઓવર મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    स्कूल में पढ़ाता था, किराए के घर में चल रहा था ब्राउन शुगर बनाने का अड्डा; सरकारी टीचर गिरफ्तार
    Next Article
    RSS સામે શિંગડાં ભરાવનાર પાકિસ્તાની ડૉક્ટર કોણ છે?:અમેરિકામાં બેઠા બેઠા મોદીનું નામ લીધું, ભાગવતના US પ્રવાસ પહેલાં સંઘ પર પ્રતિબંધની માગથી મહાવિવાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment