Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટબોલ રમતા સમયે વીજ કરંટથી વિદ્યાર્થીના મોતનો મામલો:કડક કાનૂની કાર્યવાહીની વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની માગ, પરિવારને યોગ્ય આર્થિક વળતર ચૂકવવા સીએમ, શિક્ષણમંત્રીને રજૂઆત

    3 days ago

    વડોદરા સ્થિત ન્યૂ એરા હાઈસ્કૂલમાં ધોરણ-11ના વિદ્યાર્થી દેવ પ્રશાંત શાહનું શાળાના મેદાનમાં ફૂટબોલ રમતી વખતે ખુલ્લા વાયરમાંથી વીજ કરંટ લાગવાને કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ દુઃખદ દુર્ઘટનાને પગલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ઘોર બેદરકારી સામે કડક કાનૂની કાર્યવાહી કરવા બાબતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને એનસીપીસીઆર તથા વડોદરા સાંસદને મેઈલ કરી માંગણી કરેલ છે. 'વિદ્યાર્થીનું મોત થવું એ સંચાલકોની ગંભીર બેદરકારી' વાલી મંડળે પત્રમાં જણાવ્યું છે કે માતા-પિતા પોતાના બાળકોને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણની અપેક્ષા સાથે શાળાએ મોકલતા હોય છે, ત્યારે રમતગમતની સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન ખુલ્લા કે ખામીયુક્ત વાયરોને કારણે વિદ્યાર્થીનું મોત થવું એ સંચાલકોની ગંભીર બેદરકારી છતી કરે છે. આ ઘટના NCPCR (નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ)ની સુરક્ષા માર્ગદર્શિકા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પરિપત્ર મુજબના વીજ સુરક્ષા નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે. વાયરોની સમયાંતરે તપાસ અને જાળવણી ન થવા બદલ શાળા સંચાલન સાથે શિક્ષણ વિભાગ પણ જવાબદાર હોવાનો નિર્દેશ કરાયો છે. 'ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસ કરવામાં આવે' એસોસિએશન દ્વારા પંચ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકાર પાસેથી તાત્કાલિક વિગતવાર અહેવાલ મંગાવવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત, વીજ કરંટ લાગવાના કારણોની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસ થાય, શાળાના તમામ ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ્સ, મેન્ટેનન્સ રેકોર્ડ્સ તેમજ મેદાનના સીસીટીવી (CCTV) ફૂટેજ સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કરી સુરક્ષિત કરવામાં આવે અને બેદરકાર સંચાલકો સામે યોગ્ય ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટનાના સર્જાય ત્યારે રોકવા માટે વડોદરા સહિત સમગ્ર રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત વીજ સલામતી ઓડિટ કરાવી ખામીઓનું સમયબદ્ધ નિવારણ લાવવા આદેશ આપવાની માંગ પણ મૂકવામાં આવી છે. આ સાથે જ સંતાન ગુમાવનાર શોકગ્રસ્ત પરિવારને યોગ્ય આર્થિક વળતર ચૂકવવા અને બાળકોની સલામતીના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવા પંચને રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત RPFની કસ્ટડીમાં મોતને ભેટનાર નાઇજિરિયન હોવાનો ખુલાસો:મુંબઈમાં નોંધાયા હતા ડ્રગ્સ કેસ, ટ્રેનમાં ઝઘડા બાદ પૂછપરછમાં ઢળી પડ્યો; પીએમ બાદ એમ્બેસીને જાણ કરાઈ
    Next Article
    7-Year-Old Gujarat Boy Dies After Neck Trapped In Bus' Hydraulic Door

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment