Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ફાર્માટેક-લેબટેક એક્સ્પોનો પ્રારંભ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું

    6 days ago

    ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ૨૩મા ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો 2026નો પ્રારંભ થયો છે. ફાર્માસ્યુટિકલ મશીનરી, લેબોરેટરી ટેક્નોલોજી અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આ અગ્રણી પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે 10 વાગ્યે કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ભાજપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ અને પાળીયાદ શ્રી વિસામણ બાપુની જગ્યાના ભયલુબાપુ (ઓલ ઇન્ડિયા સેન્ટ કમિટી) ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં દેશ-વિદેશના ૪૫૦થી વધુ ઉત્પાદકો અને પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. તેઓ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ મશીનરી, અત્યાધુનિક લેબ સાધનો, પેકેજિંગ મટિરિયલ્સ અને ઓટોમેશન સોલ્યુશન્સનું જીવંત પ્રદર્શન કરી રહ્યા છે. ફાર્મા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ એક્સ્પો સાથે 'મટિરિયલ એક્સ્પો'નું પણ સહ-આયોજન કરાયું છે. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારત અને વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત હેલ્થકેર ઇકોસિસ્ટમ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આવા આયોજનોથી ફાર્મા ક્ષેત્રના નાના-મોટા ઉદ્યોગોને નવી ટેકનોલોજી અપનાવવામાં અને વૈશ્વિક ખરીદદારો સાથે સીધા જોડાણમાં મોટી મદદ મળશે. આ પ્રદર્શન ૨૦ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ઉદ્યોગ જગતના વ્યાવસાયિકો, સંશોધકો અને મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
    Click here to Read More
    Previous Article
    2018થી પડતર રહેણાંક પ્લોટનો 2 દિવસમાં ઉકેલ:અંકલેશ્વરના 174 ઉદ્યોગકારો સહિત GIDCના 260 કર્મચારીઓને પ્લોટ ફાળવાયા
    Next Article
    અમરેલીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ:23 એકમોમાં તપાસ કરાઈ, રૂ. 2,690ની કિંમતનો વિવિધ ખાદ્ય જથ્થો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment