Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તે મારી પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ કેમ મોકલી!:પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછતાં આરોપીઓએ લાફો ઝીંકી દીધો, બે સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક જીમમાં પત્નીને સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછપરછ કરવા ગયેલા યુવક સાથે ગાળાગાળી કરી તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ડાબા કાન પર લાફો મારી ઇજા પહોંચાડવા મામલે ભોગ બનનાર યુવકે બે શખ્સો સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર લાલબાગ બ્રિજ નીચે શિવન સોસાયટીમાં રહેતા અને કરજણ ખાતે ખેતીકામ કરતી સ્નેહલકુમાર પટેલ છેલ્લા અઢી વર્ષથી તેમની પત્ની સાથે માંજલપુર ઇવા મોલ સામે આવેલી 'કોન્સેપ્ટ જીમ'માં નિયમિત કસરત માટે જાય છે. આશરે પંદર દિવસ પહેલાં આ જ જીમમાં આવતા કૃણાલ નામના યુવકે સ્નેહલભાઇની પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી હતી, જેની જાણ પત્નીએ તેના પતિને કરી હતી. ગત 18 ઓગસ્ટના રોજ સ્નેહલ અને તેમની પત્ની જીમમાં ગયા હતા. તે દરમિયાન કૃણાલને પત્નીને રિક્વેસ્ટ કેમ મોકલી તે બાબતે પૂછતાં કૃણાલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. ભોગ બનનાર ફરિયાદી જીમના બાથરૂમ તરફ જતાં કૃણાલ અને તેનો મિત્ર જયદિપ રાકેશભાઈ પટેલ (રહે. પુષ્પવિલા સોસાયટી, સનસીટી સર્કલ પાસે, માંજલપુર) તેમની પાછળ ગયા હતા અને તકરાર કરી જયદિપે સ્નેહલકુમારના ડાબા કાન પર જોરદાર લાફો ઝીંકી દીધો હતો. આ હુમલામાં ડાબા કાનમાં ગંભીર ઇજા થતાં સ્નેહલકુમાર તાત્કાલિક તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા અક્યોર ક્લિનિક ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ તેમણે પત્ની સાથે પોલીસ મથકે જઈ કૃણાલ તથા તેના મિત્ર જયદિપ પટેલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ ગણપતિ ફાટક નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:પોલીસે ઓળખ અને મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરી
    Next Article
    બોગસ ડોક્ટર 12 સુધી ભણ્યો:વડોદરા ગ્રામ્ય SOGએ રાયપુરામાંથી બોગસ તબીબને ઝડપી રૂપિયા 87 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો; ત્રણ વર્ષ અગાઉ પકડાયા બાદ ફરી પ્રેક્ટિસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment