Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુનીતાએ તમાશો કરીને પરિવારની આબરૂ કાઢી':પતિ-પત્નીના વિવાદ વચ્ચે ગોવિંદાનો મેનેજર ભડક્યો- 'છૂટાછેડાનો કેસ પાછો જ ખેંચવો હતો તો કોર્ટમાં કેમ ગયા?'

    1 week ago

    ગોવિંદા અને સુનીતા આહુજા હાલમાં સતત ચર્ચામાં છે. બુધવારે સુનીતાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, તેના પર ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ નારાજગી વ્યક્ત કરી છે. એનડીટીવી સાથેની વાતચીતમાં મેનેજરે સુનીતાના આ પગલા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, 'જ્યારે કેસ પાછો જ ખેંચવાનો હતો, તો કોર્ટ જઈને તમાશો શા માટે બનાવવામાં આવ્યો. પરિવારના આંતરિક મામલાઓને અંદરોઅંદર બેસીને પણ ઉકેલી શકાયા હોત.' બુધવારે સુનીતા દીકરા યશવર્ધન આહુજા સાથે મુંબઈની ફેમિલી કોર્ટ પહોંચી હતી, જ્યાં તેણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી. 'મને દુઃખ છે કે આપણે કારણ વિના તમાશો બની ગયા' ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ કહ્યું, 'અદાલત જવાની કોઈ જરૂર નહોતી. ઘરની વાતો ઘરમાં રહીને, બેસીને, વાત કરીને ઉકેલી શકાય છે. જ્યારે આજે અરજી પાછી જ ખેંચવાની હતી, તો પછી કેસ કર્યો જ શા માટે હતો? મને આ વાતનું ખૂબ દુઃખ છે કે વગર કારણે આપણે બધા તમાશો બની ગયા.' 'બે વર્ષથી મીડિયામાં છબી ખરાબ થઈ' મેનેજરે કહ્યું કે, 'બંને વચ્ચેનો વિવાદ છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી મીડિયામાં ચાલી રહ્યો હતો. આનાથી ગોવિંદા અને તેમના પરિવારની શાખને ઘણું નુકસાન થયું છે.' તેણે કહ્યું કે, 'દરેક પરિણીત જીવનમાં પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય છે, આ સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે મામલો કોર્ટ અને મીડિયા સુધી પહોંચી જાય છે, ત્યારે વાત સાર્વજનિક થઈ જાય છે. આ સમગ્ર મામલામાં તમાશો બનવાથી સરળતાથી બચી શકાયું હોત. સુનીતાએ ગોવિંદા પાસેથી છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ ગોવિંદા પાસેથી છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. બુધવારે સુનીતા તેના દીકરા યશવર્ધન સાથે મુંબઈમાં ફેમિલી કોર્ટમાં જોવા મળી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગોવિંદાના મેનેજર શશિ રંજને કહ્યું કે, 'સુનીતા આહુજાએ ગોંવિદાની વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.' શશિના મતે, હવે બધું ઠીક છે અને બંને વચ્ચે બધું સામાન્ય થવાની અપેક્ષા છે.' તેમણે પાછલા 2 વર્ષના ઘટનાક્રમને લઈને કહ્યું કે, 'આ સમય સારો રહ્યો નથી.' દીકરો યશવર્ધન માતાની ઢાલ બન્યો કોર્ટની બહારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાપારાઝીએ સુનીતા અને તેના દીકરાને પ્રશ્ન કર્યો કે, ‘કોર્ટમાં શું થયું?’ જેના પર દીકરા યશવર્ધન આહુજાએ કહ્યું, 'કંઈ થયું નથી. જવા દો.' યશ પોતાની માતાને કેમેરાથી બચાવતો કાર સુધી લઈ ગયો. તે જ સમયે, કારમાં બેસતા પહેલા સુનીતાએ ગુસ્સે થઈને કહ્યું, 'બર્થડે મનાવવા ગયા હતા.' આ પછી તે કારમાં બેસીને ચાલ્યા ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Gujarat Farmers | ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર | Gujarat Rain | Weather | News 18 Gujarati
    Next Article
    ડો. હર્ષ પંડ્યા મોત કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા સસ્પેન્ડ:આપઘાતના બે દિવસ પહેલાં રજૂઆત કરવા છતાં સુમૈયા મુલ્લાએ કાર્યવાહી ન કરી, કોલેજના ડીનને પણ નોટિસ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment