Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:બે સિસ્ટમ સક્રિય હોવાથી સાત દિવસ હળવા વરસાદી આગાહી, અમદાવાદમાં ઝાપટાં વરસી શકે

    1 day ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં 11 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આજે સવારના બોટાદ, ડાંગ અને નવસારીનો છુટાછવાયા સ્થળે સામાન્ય વરસાદ પડ્યો છે. તાપમાનમાં 34.2°C સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલની સક્રિય સિસ્ટમ અને આગાહી ઉત્તર ઝારખંડ અને આસપાસના વિસ્તારો પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધીને નબળું પડી 'વેલ-માર્ક્ડ લો પ્રેશર' ક્ષેત્રમાં ફેરવાયું છે. આ સિવાય, ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. આજે, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં ઝાપટાં વરસવાની સંભાવના અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી 24થી 26 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચછ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી સંભાવના સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    નકલી ઇંગ્લિશ દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડૉક્ટર'નું જ મોત:શિક્ષકનું ઘરમાં લોહીની ઊલટી કરીને મોત, સુરતનો યુવક 3 દિવસથી બેભાન, વરતેજ PI સસ્પેન્ડ; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત
    Next Article
    રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો, VIDEO:વિરોધ કરી રહેલા નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત, કોંગ્રેસના ચાર મોટા નેતાઓની ગેરહાજરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment