Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં પાક હાઈ કમિશનની બહાર બુલડોઝર ફરી વળ્યું:બેરિકેડ-ફેન્સિંગ હટાવવામાં આવ્યા, બે દિવસ પહેલા ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી

    2 days ago

    દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બનેલા ગેરકાયદેસર બાંધકામોને બુધવારે મોડી રાત્રે બુલડોઝરથી હટાવવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બાંધકામો હાઈ કમિશનની નિર્ધારિત મર્યાદાનીની બહાર બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન હાઈ કમિશનની ઓફિસ દિલ્હીના ચાણક્યપુરીના શાંતિપથ પર આવેલી છે. અહીં બેરિકેડ, ફેન્સિંગ અને વિઝા સેક્શન પાસે કતાર વ્યવસ્થાપન માટે બનાવેલા બાંધકામો પણ હટાવવામાં આવ્યા. આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે બે દિવસ પહેલા ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર લગાવવામાં આવેલા સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ પોલ હટાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન હાઈ કમિશનની બહાર કાર્યવાહીની 2 તસવીરો… વિઝા સેક્શન નજીકના માળખા પણ હટાવાયા સંબંધિત એજન્સીઓએ બુલડોઝરથી હાઈ કમિશનની બહાર કાર્યવાહી કરી. સ્થળ પરથી લેવાયેલી તસવીરોમાં તૂટેલી રેલિંગ, ગેટ, લોખંડના ફ્રેમ, છત, ઈંટ અને કોંક્રિટના ટુકડા વેરવિખેર દેખાયા. બહારના ભાગની સફેદ મેટલ ફેન્સિંગ અને કેટલીક કોરુગેટેડ રૂફિંગ પણ હટાવી દેવામાં આવી. મુખ્ય ગેટ અને બિલ્ડિંગને નુકસાન નહીં બુલડોઝરની કાર્યવાહી હાઈ કમિશનની મુખ્ય બિલ્ડિંગ સુધી ન થઈ. મુખ્ય ગેટ, સફેદ દિવાલો અને પાકિસ્તાની નિશાનવાળો મોટો પ્રવેશ દ્વાર સુરક્ષિત રહ્યો. પરિસરના કેટલાક ભાગોમાં કાંટાળા તાર પણ લાગેલા દેખાયા. તોડફોડ પછી વિઝા સેક્શનના સર્વિસ કાઉન્ટર દેખાઈ રહ્યા હતા. ત્યાં 'વિન્ડો 1', 'પાકિસ્તાન પાસપોર્ટ ઓન્લી' અને 'વિન્ડો-5 / કલેક્શન ઓફ વિઝા એપ્લિકન્ટ્સ' જેવા બોર્ડ લાગેલા હતા. કાઉન્ટરોની આસપાસ તૂટેલી ફેન્સિંગ અને કન્સ્ટ્રક્શનનો સામાન પડ્યો હતો. કાશ્મીર પર અમેરિકી રાજદૂતની ટિપ્પણીથી પાકિસ્તાન નારાજ બંને દેશો વચ્ચે અમેરિકી રાજદૂતની કાશ્મીર પરની ટિપ્પણીને લઈને પણ તણાવ વધ્યો છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર પ્રવાસ દરમિયાન 19 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા આ ક્ષેત્ર માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષા કરી શકે છે. પાકિસ્તાને સર્જિયોના નિવેદન પર વાંધો ઉઠાવ્યો. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં અમેરિકી ચાર્જ ડી'અફેયર્સ નતાલી બેકરને બોલાવ્યા અને કહ્યું કે જાહેર નિવેદનોમાં કાશ્મીરની સ્થિતિનું ધ્યાન રાખવામાં આવે. પાકિસ્તાની દૂતાવાસ ‘એમ્બેસી’ નહીં, ‘હાઈ કમિશન’ કેમ કહેવાય છે
    Click here to Read More
    Previous Article
    Death Count In Central African Republic Gold Mine Collapse Rises To 100
    Next Article
    ફેઝલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું:માતાએ રડતાં કહ્યું-મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેનવોશ કર્યું, SITની રચના કરવા PMને પત્ર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment