Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નો નંબર પ્લેટ, નો ફ્યુઅલ’ જાહેરનામાનો ભંગ:કાળા રંગની ક્રેટા કારમાં ગેરકાયદે ઇંધણ પૂરાવતા કારચાલક અને પંપ કર્મીની અટકાયત

    3 days ago

    રાજકોટના ઢેબર રોડ પર આવેલ ભાડલાવાળા પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઇંધણ પૂરવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જાહેરનામાના ભંગ બદલ ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. નંબર પ્લેટ વગરના વાહનોમાં ઇંધણ ન પૂરવા કડક જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાખોરી નિયંત્રણ અને માર્ગ સલામતીના ભાગરૂપે નંબર પ્લેટ વગરના કે અસ્પષ્ટ વાહનોમાં ઇંધણ ન પૂરવા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં ભૂતખાના ચોક નજીક ભાડલાવાળા પેટ્રોલ પંપ પર એક કાળા રંગની ક્રેટા કારનો ચાલક નંબર પ્લેટ વગર પહોંચ્યો હતો. કર્મચારીએ ઇંધણ પૂરવાની ના પાડતાં કારચાલકે કારની અંદરથી નંબર પ્લેટ કાઢીને બતાવી હતી, જેના આધારે કર્મચારીએ કારમાં ઇંધણ પૂરી આપ્યું હતું. ઇંધણ પુરાયા બાદ ચાલક નંબર પ્લેટ ફરી અંદર મૂકીને રવાના થઈ ગયો હતો. સીસીટીવીથી તપાસ, બન્નેની અટકાયત આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ભક્તિનગર પોલીસની ટીમે સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ ક્રેટા કારચાલક જયભાણ ઉદયભાણ ગઢવી અને પેટ્રોલ પંપ કર્મચારી પંકજસિંહ કનૈયાસિંહને શોધી બંને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી છે અને કાળા રંગની ક્રેટા કાર ડિટેઇન કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ:પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું, 2000 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ છોડી; ઉત્તરાખંડમાં 4 મોત
    Next Article
    Sunshine Pictures IPO: Should You Apply As Issue Closes Today?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment