Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેત માફિયાઓ વિરૂદ્ધ અગાઉ ગામ લોકોએ પણ અવાજ ઉઠાવ્યો હતો:મેડીમાં રેતી ચોરી અટકાવવા ગયેલા ખાણ ખનીજ વિભાગના સ્ટાફ પર લોડર ચડાવી દેવાનો પ્રયાસ

    1 day ago

    અમરેલી તાલુકાના મેડી - માંડવડા ગામની સીમમાં શેત્રુંજી નદીના પટ્ટમાં રેતી ચોરી પકડવા ગયેલા ખાણ ખનીજ વિભાગના સ્ટાફ પર આજે રેત ચોરોએ લોડર ચડાવી દેવાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અગાઉ આ વિસ્તારમાં શેત્રુંજી નદીમાં થઈ રહેલા ગેરકાયદે ખન્ન અંગે ગ્રામિણ વિસ્તારની જનતા દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અને ખાણ ખનિજ અધિકારીની સૂચનાથી આજે કચેરીની ટીમ દ્વારા મેડી ગામની સીમમાં શેત્રુંજીના પટ્ટમાં રેતી ચોરી અટકાવવા પ્રયાસ કરાયો હતો. તંત્રની ટીમ પહોંચી ત્યારે એક લોડર, બે ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા રેતી ચોરી કરાતી હતી. જો કે ખાણ ખનિજની ટીમ જોઈ ડમ્પર અને ટ્રેકટર ચાલક નાસ્યા હતા. લોડર ચાલકે તો સ્ટાફને મારી નાખવાની ધમકી આપી માથે લોડર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તથા 112ની ટીમ પણ નદીના પટ્ટમાં દોડી ગઈ હતી. તંત્ર દ્વારા બે ડમ્પર ઝડપી લઈ તાલુકા પોલીસના હવાલે કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગે કહ્યું- RSS પર પ્રતિબંધ લાગે:અહીં આવતા સંઘના નેતાઓને સન્માન ન મળે; 29 ઓગસ્ટે મોહન ભાગવત ન્યૂયોર્ક જશે
    Next Article
    એપેક્સફ્લાય કન્સલટન્સીના જવાબદાર રાજકોટના કર્મચારી સામે ગુન્હો નોંધાયો:એજ્યુકેશન લોનના નામે પોરબંદરના યુવાન સાથે રૂ.10.13 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment