Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીના રાજ્યપાલ પદેથી આનંદીબહેન પટેલના રાજીનામાની વાતો માત્ર અફવા:રક્ષાબંધન ઊજવવા એક સપ્તાહની રજા પર અમદાવાદ આવ્યા

    13 hours ago

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યપાલ પદની જવાબદારીમાંથી મુક્ત થવાની રજૂઆત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. આ પ્રકારના દાવા વાયરલ થતાં જ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તહેવાર નિમિત્તે સત્તાવાર રજા પર આગમન આનંદીબહેન પટેલની નજીકના વિશ્વસનીય વર્તુળોએ સ્પષ્ટતા કરી છે કે, રાજીનામાની આ તમામ વાતો તદ્દન પાયાવિહોણી છે અને તેઓ આજે પણ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે યથાવત છે. આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે પરિવાર સાથે સમય વિતાવવા માટે તેઓ એક અઠવાડિયાની સત્તાવાર મંજૂર થયેલી રજા લઈને અમદાવાદ આવ્યા છે, જેને ખોટી રીતે રાજીનામા સાથે જોડી દેવામાં આવ્યું છે. રજા પૂર્ણ થયા બાદ પુનઃ સંભાળશે જવાબદારી આ મામલે ચાલી રહેલી ખોટી અફવાઓ સંદર્ભે આનંદીબહેન પટેલ ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. અમદાવાદ ખાતે પરિવાર સાથે એક સપ્તાહનો સમય વિતાવ્યા બાદ તેઓ ફરી ઉત્તર પ્રદેશ પરત ફરશે અને રાજ્યપાલ તરીકેની પોતાની બંધારણીય જવાબદારીઓ નિયમિતપણે ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    Former National-Level Wrestler Turned Drug Smuggler Arrested After Three Years Manhunt
    Next Article
    23-Year-Old Arrested For Smuggling Illicit Liquor In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment