Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલી પોલીસ મથક સામે વાહન અથડાતાં દંગલ:મહિલા પર હાથ ઉપાડ્યા બાદ છૂટાહાથની મારામારી, અકસ્માત બાદ મારામારી કરતાં લોકો છેક પોલીસ મથકની અંદર ઘૂસી ગયા

    8 hours ago

    સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનની ઠીક સામે સામસામે વાહનો અથડાતાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ મથકના ગેટ બહાર પોલીસ વાન હાજર હોવા છતાં કાયદાના ડર વિના બંને પક્ષો વચ્ચે રસ્તા પર જ તૂતૂ-મેંમેં શરૂ થઈ હતી. સામાન્ય અકસ્માત બાદ શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મહિલા પર હાથ ઉપાડતાં મામલો વધુ ઉગ્ર બન્યો અકસ્માત બાદ ઝઘડા દરમિયાન મહિલાએ એક યુવકને ધક્કો માર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને યુવકે મહિલા પર હાથ ઉપાડી માર માર્યો હતો. આ જોઈ મહિલા સાથે રહેલા અન્ય પુરુષે તે યુવક પર હુમલો કરી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. એકબીજાને મારતા મારતા ત્રણેય લોકો રસ્તા પરથી છેક પોલીસ સ્ટેશનની અંદર સુધી પહોંચી ગયા હતા. વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી પોલીસ મથક બહાર થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે હાજર પોલીસે તાત્કાલિક વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. હાલ ડીંડોલી પોલીસે બંને પક્ષોને અંદર લઈ જઈ તેમના નિવેદનો નોંધવાની તથા આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાદરા નગર હવેલીમાં બે સગીરાઓએ દમણગંગા નદીમાં ઝંપલાવ્યું:રાખોલી પુલ પરથી કૂદકો મારતા એકનું મોત; બીજી ICUમાં સારવાર હેઠળ
    Next Article
    200-300 रुपये लेकर भर देते थे CNG? दिल्ली ब्लास्ट के बाद स्थानीय लोगों ने उठाए गंभीर सवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment