Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના ખોપાળા ગામે પાટીદાર સેવા સંઘનો ખેડુતો સાથે સંવાદ:સામાજિક સંગઠનથી લઈ દીકરીઓની સુરક્ષા અને જળસંચયના મુદ્દે ચર્ચા, મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યાં

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે પાટીદાર સેવા સંઘ દ્વારા પાટીદાર ખેડુતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પાટીદાર સેવા સંઘની ટીમે ગામની મુલાકાત લઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર ખેડુતો સાથે વિવિધ સામાજિક અને ગ્રામ્ય પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સામાજિક સંગઠન અને દીકરીઓની સુરક્ષા પર ભાર સંવાદ દરમિયાન ખેડુતોને હૂંફ, વડીલોને માન, સામાજિક સંગઠન, દીકરીઓની સુરક્ષા તેમજ જળસંચય સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગામડાઓમાં સમાજની એકતા વધુ મજબૂત બને અને સામાજિક પ્રશ્નોનો સામૂહિક રીતે સામનો કરી શકાય તે અંગે પણ વિચારવિમર્શ થયો હતો. વડીલો પર થતા અત્યાચાર સામે એકતાનો સંદેશ પાટીદાર સેવા સંઘના વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, વારંવાર ગામડાઓમાં પાટીદાર સમાજના વડીલો પર થતા અત્યાચાર અટકાવવા અને માથાભારે તત્વો સામે ખેડુતો મજબૂત બને તે હેતુથી આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડુતો અને સમાજના વડીલોને કોઈપણ પ્રકારના ભય વિના જીવન જીવી શકે તે માટે સામાજિક એકતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોઈ સમાજ કે વ્યક્તિના વિરોધમાં નહીં વિજયભાઈ માંગુકિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રયાસ કોઈ સમાજ કે વ્યક્તિના વિરોધમાં નથી. ગામડાઓને ભયમુક્ત બનાવવા અને ખેડુતોને વધુ મજબૂત બનાવવા માટે સામાજિક સંગઠન ઊભું કરવાનો પ્રયાસ છે. સંવાદના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોને સમજવા અને તેના ઉકેલ માટે સામૂહિક પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. મોટી સંખ્યામાં ખેડુતોની હાજરી ખોપાળા ગામે યોજાયેલા આ સંવાદમાં મોટી સંખ્યામાં પાટીદાર ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડુતો સાથે સીધો સંવાદ કરીને સામાજિક એકતા, સુરક્ષા અને જળસંચય જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સંત રવિદાસ કળશ યાત્રા વલસાડ પહોંચી:650મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો
    Next Article
    Ukraine Probes Employees In Zelensky's Office Over $3.4-Million Fraud

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment