Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છ સિટી સુરતમાં અનોખો વિરોધ:સૈયદપુરામાં કચરાના ઢગલા પર પલાંઠી વાળી બેસી ગયો નાગરિક, પાલિકા-કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આરોપ

    9 hours ago

    સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં અગ્રેસર રહેતા સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલા સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન નજીક કચરાનો નિયમિત નિકાલ ન થતાં એક જાગૃત નાગરિકે રસ્તા પરના કચરાના ઢગલા પર પલાંઠી વાળીને બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની લાપરવાહી અને અસહ્ય દુર્ગંધથી પરેશાન યુવકે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કચરા વ્યવસ્થાપન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડોના કોન્ટ્રાક્ટ છતાં ગંદકી અને રોગચાળાનો ભય નાગરિકના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા કચરાના નિકાલ અને ડોર-ટુ-ડોર કલેક્શન માટે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને પ્રજા પણ નિયમિત ટેક્સ ભરે છે. આમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની આળસના કારણે વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા રહે છે. સમયસર સફાઈ ન થવાના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ અસહ્ય દુર્ગંધ તથા રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા યુવકે આક્ષેપ કર્યો હતો કે જો વિસ્તારમાંથી કચરો સાફ જ થતો નથી, તો પછી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરના બિલો કઈ રીતે પાસ કરી દેવામાં આવે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતી સાંઠગાંઠના કારણે પ્રજાની પરસેવાની કમાણી લૂંટાઈ રહી હોવાનો દાવો કરીને આ સમગ્ર ગેરરીતિ અંગે તપાસ કરી કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. સુત્રોચ્ચાર અને વીડિયો વાયરલ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવકે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ખુલ્લેઆમ 'મુર્દાબાદ' અને 'ચોર છે'ના નારા લગાવ્યા હતા, જેને જોવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો પણ થંભી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સફાઈના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં માતાના બેસણાના એક દિવસ પૂર્વે પુત્રનો આપઘાત:બે મહિના પૂર્વે પિતાનું બીમારી સબબ મોત થતા બે દિવસ પૂર્વે માતાએ આત્મહત્યા કરી લેતા જુવાન દીકરાએ પણ ઝેર પીધું
    Next Article
    મકાન મેળવવા કેટેગરી બદલવા માટે અરજી કરી શકાશે:EWS-મુખ્યમંત્રી આવાસ યોજનાઓમાં 7 વર્ષથી ભાડે રહેતા હોય એવા લોકોના મકાનોમાં ગમે ત્યારે ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment