Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સરકારી યુનિ.ના કુલપત્તિઓ સૂબાની જેમ વર્તી રહ્યા છે':સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કોંગી સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, કહ્યું-'પ્રાકૃતિક ખેતીમાં સફળ રાજ્યપાલ ગુજરાતના શિક્ષણની ખેતીમાં નિષ્ફળ’

    9 hours ago

    ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં કાયદાના ઉલ્લંઘન, ભરતી કૌભાંડો અને નાણાકીય ગેરરીતિઓ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલિયા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના રાજ્યપાલને પણ મોકલવામાં આવી છે. કુલપતિઓ પોતાને ‘સૂબા’ સમજી મનમાની કરતા હોવાનો આક્ષેપ ડૉ.કાંબલિયાએ આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળના કુલપતિઓમાં વિનમ્રતા અને જ્ઞાન જોવા મળતું હતું. જ્યારે આજકાલ જ્ઞાન આધારિત સિલેક્શનના બદલે રાજકીય સિલેક્શન થતું હોવા છતાં કુલપતિઓમાં ઘમંડ જોવા મળી રહ્યો છે. દર મહિને ₹3થી 4 લાખનો પગાર અને તમામ સરકારી સગવડો ભોગવતા કુલપતિ પોતાને ‘સૂબા’ સમજીને વહીવટ ચલાવી રહ્યા છે. ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ-2023’નું ખુલ્લેઆમ ઉલ્લંઘન' રાજ્ય સરકારે વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રને રાજકીય અખાડાથી મુક્ત કરવા અને સમાન વહીવટી માળખું લાવવા ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ અમલમાં મૂક્યો હતો. પરંતુ આ કાયદાનું રાજ્યની એક પણ યુનિવર્સિટી ચુસ્તપણે પાલન કરતી નથી અને દરરોજ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. વધુમાં ડૉ. ધરમ કાંબલિયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓમાં ભરતી અને કોલેજોની LICમાં તજજ્ઞોની નિમણૂકો કાયદાના બદલે જ્ઞાતિવાદના આધારે કરવામાં આવી રહી છે. કોઈ પણ સરકારી મંજૂરી વગર ગેરકાયદે બાંધકામો ખડકાઈ રહ્યા છે. ટીચિંગ અને નોન-ટીચિંગ ભરતીઓમાં સમાનતા નથી તેમજ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સંસ્થાઓમાં ભરતી અને નાણાકીય બાબતોમાં ગેરરીતિઓ થઈ રહી છે. ગુજરાતમાં UPનું મોડેલ અપનાવવા સૂચન ડૉ.કાંબલિયાનું કહેવું છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે, પરંતુ ઉચ્ચ શિક્ષણની સુધારણા માટે પણ તેવી જ સક્રિયતા જરૂરી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો દાખલો આપતા જણાવ્યું કે, તેમણે ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓમાં શિસ્ત લાવીને કુલપતિઓની જવાબદારીઓ નક્કી કરી છે. ડૉ. ધરમ કાંબલિયાની ચાર માંગ
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ સક્રિય:ઉત્પત્તિ સ્થળોની સફાઈ, પાત્રોની તપાસ, એબેટ દ્રાવણનો ઉપયોગ કરાશે
    Next Article
    Why the racial order remains invisible: Answer is in the machinery that sustains it

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment