Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતાએ એડવોકેટ એસો.ના પ્રમુખની ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરી:યતીન ઓઝાએ કહ્યું- 'હું તેના જેટલો નિમ્ન કક્ષાનો માણસ નથી, તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે'

    6 days ago

    પ્રદેશ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટ કરી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટીપ્પણી કરતા મામલો ફરી ગરમાયો છે. મુકેશ ગુજરાતીએ આ પહેલા સુરત SOGના ડીસીપી નકુમ સામે હાઈકોર્ટ કરેલી કાર્યવાહીથી નારાજ થઈ જજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીની ટીપ્પણી વખોડી અને તેમના પદ પરથી દૂર કરવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરવા નિર્ણય કર્યો. આ મામલો હજી તો શાંત પણ નથી પડ્યો ત્યાં જ મુકેશ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝાની ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરી દેતા વિવાદ થયો. જો કે, યતીન ઓઝાએ કહ્યું કે, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપી મોટો કરવો નથી. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે. 'કોંગ્રેસી ખહુરિયું કૂતરું છે, ભસવા દેવાનું...' ડીસીપી નકુમના કેસને લઈ હાઈકોર્ટના જજ પર મુકેશ ગુજરાતીએ કરેલી ટીપ્પણી સામે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને કાર્યવાહી માંગ કરી હતી. વકીલોની બેઠકમાં પ્રમુખ યતીન ઓઝાએ મુકેશ ગુજરાતીની પોસ્ટને વખોડી હતી. જેની સામે હવે મુકેશ ગુજરાતીએ બે અલગ અલગ પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝા પર પ્રહાર કર્યા. મારે તેનું નામ લઈને તેને મોટો નથી કરવો- યતીન ઓઝા મુકેશ ગુજરાતીની પોસ્ટ મુદ્દે યતીન ઓઝાએ ભાસ્કર સાથેની વાતચીમાં જણાવ્યું કે, હું તેના જેટલો નિમ્ન કક્ષાનો માણસ નથી. હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપીને મોટો કરવો નથી. તેને ન્યાયતંત્રની ગરીમા પર હુમલો કર્યો એટલે અમારે કાર્યવાહી કરવા ઠરાવ કરવો પડ્યો. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે. ‘ભાજપ નેતા મુકેશ ગુજરાતીમાં HCના પટાવાળાની પણ લાયકાત નહીં’ સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને પસંદ ન પડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે.’ ભાજપ નેતાની આ હરકતને લઈ ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીના નિવેદનને વખોડવામાં આવ્યું. ગુજરાતીને તેના પદ પરથી દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવા નિર્ણય કરાયો. હાઈકોર્ટ દ્વારા રાજદીપસિંહ નકુમ સામે દાખલ થયેલ સુઓ મોટો અરજીમાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરાશે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    वेज ऑमलेट कैसे बनाएं? शेप रनवीर बरार ने बताई सीक्रेट रेसिपी | Watch Video
    Next Article
    દિવ્યાંગ ઉમેદવારો માટે આવતીકાલે રોજગાર ભરતી મેળો યોજાશે:ધોરણ 8, 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મેઈન્ટેનન્સ, કોમ્પ્યુટર ઓપરેટર સહિત 100થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment