Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાના શખ્સની કરતૂત:વડોદરાની બોગસ વર્ધી ગોઠવી કારચાલકને બોલાવ્યો,ગાડી પચાવી પાડવા વિડીયો બનાવી બળજબરીથી નિવેદન લેવાનો પ્રયાસ કરતા ફરિયાદ

    23 hours ago

    ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર હાઈવે પર ફિલ્મી સ્ટાઇલમાં ગાડી પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અગાઉ નોટરી વેચાણ કરારથી આપેલી કાર પચાવી પાડવા માટે એક શખ્સે અજાણ્યા નંબરથી વડોદરા જવાની બોગસ ટેક્સી વર્ધી ગોઠવી કારચાલકને અડાલજ બોલાવ્યો હતો. ત્યાર બાદ ડ્રાઈવિંગ સીટ પર કબજો જમાવી મોબાઈલમાં બળજબરીથી વિડીયો સ્ટેટમેન્ટ લેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આર.વર્લ્ડ સિનેમા પાસે ટ્રાફિક ધીમો પડતાં ભયભીત ડ્રાઈવરે ચાલુ ગાડીએ કૂદકો મારી જીવ બચાવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઓઢવ ખાતે આશીર્વાદ ફ્લેટ સિટી-2 માં રહેતા અને મૂળ બાડમેરનો વતની 26 વર્ષીય અનિલ ઘનશ્યામદાસ સાધુએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સ્વિફ્ટ ડીઝાયર ગાડી ઓલા-ઉબેરમાં ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ગાડી તેણે 30 ડિસેમ્બર 2025ના રોજ બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના વતની પ્રકાશ અમરતભાઈ આલ પાસેથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી વેચાણ કરારથી રૂ. 7,11,680 ની નક્કી કરેલી કિંમતે ખરીદી હતી. એ સમયે અનિલે પ્રકાશ આલને બાના પેટે રૂ. 1.55 લાખ ચૂકવ્યા હતા અને ત્યારબાદ 16 જાન્યુઆરી 2026ના રોજ વધુ રૂ. 45 હજાર રોકડા આપ્યા હતા. જ્યારે બાકીની રૂ. 5,11,680ની લોન મહિન્દ્રા ફાયનાન્સની 24 હપ્તામાં દર મહિને રૂ. 21,320 લેખે ચૂકવવાની શરત નક્કી થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેણે વખતોવખત ગુગલ-પે અને રોકડ મળીને તેમજ સર્વિસ ખર્ચ સહિત કુલ રૂ. 2,43,870 પ્રકાશને આપ્યા હતા. વડોદરા જવાનું કહી ગાડી અડાલજ ત્રિમંદિર બોલાવી જોકે ગાડીના મૂળ માલિક દિનેશ વાસીભાઈ દેસાઈ હોવાથી પ્રકાશે પણ તેની પાસેથી અગાઉ વેચાણ કરારથી ગાડી લીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં અનિલ 10 ફેબ્રુઆરીના રોજ સાંજે ઘરે હતો. ત્યારે કિર્તીભાઈ નામના વ્યક્તિએ અજાણ્યા નંબર પરથી ફોન કરી વડોદરા જવાનું કહી ગાડી અડાલજ ત્રિમંદિર બોલાવી હતી. જેથી અડાલજ પહોંચી પેટ્રોલપંપ પાસે ગાડી ઉભી રાખીને અનિલ ગાડી બોલાવનાર વ્યક્તિને શોધતો હતો ત્યારે અચાનક પ્રકાશે આલ ત્યાં આવીને ગાડી પર કેસ થયો હોવાનું બહાનું બતાવીને ગાડી પાછી સોંપી દેવા અને બદલામાં ચેક આપવાની વાત કરી હતી. 'હું મારી રાજીખુશીથી ગાડી પ્રકાશને સોંપું છું' જોકે અનિલે ચેકના બદલે રોકડા રૂપિયાની માંગણી કરી હતી. આ સાંભળી પ્રકાશે પર્સનલ વાત કરવાના બહાને ગાડીની ડ્રાઈવિંગ સીટ પર કબજો જમાવી લીધો હતો. અને ગાડી મહેસાણા તરફ હંકારી મૂકી પોતાના મોબાઈલમાં વીડિયો ચાલુ કરી અનિલને ધમકી આપીને વિડિયો કૉલમાં હું મારી રાજીખુશીથી ગાડી પ્રકાશને સોંપું છું અને મારે કશું લેવાનું નીકળતું નથી એવું બોલવા ફરજ પાડવા લાગ્યો હતો. આમ કરવા અનિલે નનૈયો ભણતાં જ પ્રકાશે તેને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. દરમિયાન અડાલજ આર.વર્લ્ડ સિનેમા નજીક ગાડી પહોંચી ત્યારે ટ્રાફિકના કારણે ગાડીની ગતિ ધીમી પડતાં ગભરાયેલા અનિલે ચાલુ કારે દરવાજો ખોલી નીચે કૂદકો મારી દીધો હતો.આ ઘટના બાદ પ્રકાશ ગાડી લઈને મહેસાણા તરફ ફરાર થઈ ગયો હતા. જેના પગલે અનિલે તાત્કાલિક 112 નંબર પર કૉલ કરી મદદ મેળવી અડાલજ પોલીસ સ્ટેશને અરજી આપી હતી. જોકે લાંબા સમય સુધી ગાડી કે નાણાં પરત ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 8-10 માસના સિંહબાળનો મૃતદેહ મળ્યો:વનવિભાગે ન્યુમોનિયાથી મોતનો દાવો કર્યો, તપાસ ચાલુ
    Next Article
    પાવી જેતપુરમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતી પર હુમલો, પત્નીનું મોત:પતિ ગંભીર, ઢોર માર મારી દાગીના લૂંટી લીધા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment