Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર્દીઓ બેહાલ‎:સિવિલમાં શૌચાલયની ગંદકીનું છલક-છલક

    13 hours ago

    માળિયા મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી હોસ્પિટલના વોર્ડ વિભાગની બહારની ડ્રેનેજ વ્યવસ્થામાં ભંગાણ થવાથી ભયંકર ગંદકીની પરિસ્થિતિ ઉદભવી છે. ભૂગર્ભ ગટરની પાઈપલાઈન તૂટી જવાથી હોસ્પિટલના શૌચાલયની ગંદકીનો નિકાલ અટક્યો છે. આથી દુષિત પાણી સાથે ચેમ્બરો ગંદકીથી ઉભરાઈ રહી છે. ડ્રેનેજ ચેમ્બરને જોડતી પાઇપલાઇન તૂટી જવાથી ગંદકી આગળ ન જઈ શકતી હોવા ઉપરાંત ખાળકૂવાની વ્યવસ્થા પણ ન હોવાથી હોસ્પિટલ માં જ અસ્વચ્છતા સર્જાતા સારવાર માટે આવતા દર્દીઓનું આરોગ્ય વધુ જોખમાય ભીતિ વ્યક્ત કરી હોસ્પિટલના અધિક્ષકે તાત્કાલિક ડ્રેનેજની રિપેરિંગની માંગ કરી છે. માળિયાની હોસ્પિટલના અધિક્ષકે 6 નવેમ્બર 2025ના રોજ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, વર્ષ 2025-26ના વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ કેન્દ્રની તમામ ડ્રેનેજ લાઇનના રિપેરિંગ માટે અંદાજે રૂ.20 લાખની જોગવાઈ કરીને સરકારમાં દરખાસ્ત મોકલાઇ છે. જો કે મંજૂરી મળવામાં સમય લાગી શકે તેમ હોવાથી હાલની ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓ અને આરોગ્ય સેવાઓને અસર ન થાય તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની છે. જેમાં આ હોસ્પિટલના વોર્ડ વિભાગની બહાર આવેલી ડ્રેનેજ ચેમ્બરોને સાંકળતી પાઇપલાઇન તૂટી જવાથી તેનો શોચાલયનો કચરો આગળ જતો નથી. પરિણામે ચેમ્બર દુષિત પાણી સાથે ઉભરાયેલી હાલતમાં છે. આથી આ ગંભીર સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને લોકોના સ્વાસ્થ્યના હિતમાં કામચલાઉ ધોરણે નવી ડ્રેનેજ સિસ્ટમનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ ચેમ્બરોનો કોમન આઉટલેટ કરી ખાળકૂવામાં ગંદકીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. ગંદકીના લીધે ખાસ કરીને મહિલા દર્દીઓને મુશ્કેલી હોસ્પિટલના પરિસરમાં ભયંકર ગંદકીના કારણે દર્દીઓને સારવાર દરમિયાન મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને ડિલિવરી માટે આવતા સગર્ભા મહિલા દર્દીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. ગંદકીનો નિકાલ અટકતા મહિલા દર્દીઓની પીડા વધી છે. આથી તંત્રે 17 સપ્ટેમ્બરના રોજ દરખાસ્ત કર્યા બાદ પણ હોસ્પિટલની ડ્રેનેજ વ્યવસ્થાનું યુદ્ધના ધોરણે સમારકામ ન કરાતા આ ગંભીર સમસ્યા અંગે ફરી હોસ્પિટલના અધિક્ષકે 3 ઓક્ટોબર 2025ના રોજ પણ સંબધિત તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી નિભર તંત્રએ ડ્રેનેજની તૂટેલી પાઇપલાઇનનું રિપેરીગ ન કરતા મગજ ચકરાય જાય તેવી ગંદકીથી દર્દીઓનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે. ડ્રેનેજ ચેમ્બરમાં પ્રેશર કરવા માત્રથી સમસ્યા ન ઉકેલાય માળીયા નગરપાલિકા દ્વારા હોસ્પિટલની ડ્રેનેજની ચેમ્બરમાં જેટર મારફતે પ્રેશર કરવામાં આવ્યું હતું, પરંતુ એક ચેમ્બરને બીજી ચેમ્બર સાથે જોડતી પાઇપલાઇન તૂટી ગયેલી હોવાથી કચરાનો નિકાલ થઈ શકતો જ નથી. તેથી માત્ર ચેમ્બરમાં પ્રેશર મારવાથી સમસ્યા ઉકેલાતી નથી અને તૂટેલી લાઇનનું રિપેરિંગ કરવું અનિવાર્ય હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે. ભૂતકાળમાં પણ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ માટે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી હોવાનું જણાવતાં હોસ્પિટલ અધિક્ષકે જાહેર આરોગ્યના હિતમાં આ મુદ્દે અગ્રતા સાથે યોગ્ય કાર્યવાહી કરવા ફરી માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મનુબર સોસાયટીમાં 40 હજારની ચોરી; તસ્કરો CCTVમાં કેદ:8થી વધુ શંકાસ્પદ શખસની હિલચાલ, રહીશોએ પેટ્રોલિંગ વધારવા માગ કરી
    Next Article
    Iran US war: Trump ने Hormuz को बताया US Territory, Iran ने दिया करारा जवाब! | World News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment