Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દલપુર પાસે હાઇવે પર કારનું ટાયર ફાટ્યું:ચાલકનો આબાદ બચાવ, ટ્રાફિક મોબાઈલે મદદ કરી

    3 days ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક દલપુર પાસે નેશનલ હાઇવે પર એક કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સાંજે હિંમતનગરથી અમદાવાદ તરફ જતા માર્ગ પર બની હતી. હિંમતનગરના અતુલભાઈ હસમુખભાઈ સોની તેમની હોન્ડા અમેઝ કાર લઈને ગાંધીનગરથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. દલપુર AGL ફેક્ટરી આગળ નેશનલ હાઇવે 48 પર તેમની કારનું આગળનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે કાર અનિયંત્રિત થઈને અમદાવાદથી મેરઠ જઈ રહેલી ટ્રકના આગળના ભાગે અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક અતુલભાઈ સોની કારમાં ફસાઈ ગયા હતા. તે દરમિયાન પ્રાંતિજથી હિંમતનગર તરફ જતી જિલ્લા ટ્રાફિક મોબાઈલની ટીમ ત્યાંથી પસાર થઈ હતી. ટ્રાફિક મોબાઈલની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર થયેલો ટ્રાફિક જામ પણ દૂર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર!:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ક્રેટા કારમાંથી4.60 લાખ રૂપિયાના દારૂ પકડાયો, પોલીસકર્મીની સંડોવણી બહાર આવી, 2 આરોપીની ધરપકડ
    Next Article
    UAE warns of 'potential missile threats', asks people to seek shelter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment