Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીની પાવાગઢ દર્શને ગયેલા આધેડને એક્ટિવા ચાલકે ટક્કર મારી:માથા અને કાનના ભાગે ઈજા, અકસ્માત બાદ ફરાર થતા એક્ટિવા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    1 day ago

    વડનગર તાલુકાના ઉંડણી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કાન્તીભાઈ પરમાર પોતાની પત્ની કમળાબેન અને પુત્ર અંકુશભાઈ સાથે પોતાના પિકઅપ ડાલામાં ભાટવાસ સ્થિત મીની પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને બપોરના આશરે પોણા એક વાગ્યાના સુમારે પરત ઉતરી રહ્યા હતા, તે સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી પહોંચેલા એક સફેદ કલરના એક્ટિવા ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. એક્ટિવા ચાલક અન્ય બે લોકોને બેસાડીને ફરાર થયો આ અકસ્માતમાં કાન્તીભાઇ રોડ પર પડી જતાં તેમને માથાના ભાગે અને ડાબા કાન પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ અંકુશભાઈએ સમયસૂચકતા વાપરીને એક્ટિવા ચાલક તથા તેની નંબર પ્લેટનો ફોટો પોતાના મોબાઈલમાં પાડી લીધો હતો. આ દરમિયાન આસપાસમાં લોકો ભેગા થઈ જતાં, એક્ટિવા ચાલક પોતાના વાહન પર અન્ય બે લોકોને બેસાડીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત કાન્તીભાઈને વડનગર રીફર કરાયા સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત કાન્તીભાઈને પ્રાથમિક સારવાર માટે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબે તેમના ડાબા કાને ચાર ટાંકા લીધા હતા. એક્ટિવા ચાલક સામે પોલીસ ફરિયાદ ઈજાગ્રસ્ત પરિવારજનોએ મોબાઈલમાં પાડેલા ફોટામાં એક્ટિવાનો આર.ટી.ઓ. નંબર GJ-08-BL-9439 હોવાનું ખુલ્યું હતું. આ મામલે કાન્તીભાઇ પરમારે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી નાસી છૂટેલા એક્ટિવા નંબર GJ-08-BL-9439ના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા સતલાસણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના બખ્ખર ગામે મકાનમાં આગ:ઘરવખરી અને અનાજ બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
    Next Article
    મિત્રએ પૈસા ન આપતાં ડ્રાઇવર તલવાર લઈને ધસી ગયો, CCTV:પુત્રના અભ્યાસ માટે ભેગા કરેલા 4 લાખ મિત્રને આપ્યા હતા, કહ્યું-મારે વ્યાજ નથી જોઈતું, દીકરાની ફી આપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment