Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વંદે માતરમ' ગાતી વખતે કોંગ્રેસ કાર્યાલયમાં શું થયું?:સ્ટેજ પર હાજર લાલજી દેસાઈએ રાહુલ, સોનિયા અને ખડગે સાથેની વાતચીતના પહેલીવાર રહસ્ય ખોલ્યા

    9 hours ago

    15 ઓગસ્ટ 2026ના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન વંદે માતરમ્ ગીત ગાતી વખતે સોનિયા ગાંધીના વર્તનને લઈ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે સોનિયા ગાંધીએ વંદે માતરમ્ને રોકવાનો પ્રયાસ કર્યો છે એટલે સોનિયા ગાંધી જનતાની માફી માગે. સાથે જ અનેક જગ્યાએ સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર આખો ઘટનાક્રમ સર્જાયો ત્યારે કોંગ્રેસ સેવા દળના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઓડિશાના પ્રભારી લાલજી દેસાઈ પણ ત્યાં હાજર હતા. સોનિયા ગાંધીએ ઈશારો કર્યો બાદ લાલજી દેસાઈ તેમની પાસે પહોંચ્યા હતા અને વાતચીત કરી હતી. મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી શું કહી રહ્યા હતા અને ભાજપ દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેની સાચી હકીકત શું છે તે જાણવા દિવ્ય ભાસ્કરે લાલજી દેસાઈ સાથે વાતચીત કરી છે. ‘કોંગ્રેસના મુખ્યાલય પર 9 વર્ષથી ધ્વજવંદન કરાવું છું, કોઈ ભૂલ થઈ નથી’ ભાસ્કર રિપોર્ટરે લાલજી દેસાઈને પૂછ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં ‘વંદે માતરમ’ ગીતના ગાન દરમિયાન શું બન્યું હતું. આ સવાલના જવાબમાં લાલજી દેસાઈએ કહ્યું કે કોંગ્રેસના મુખ્યાલય પર 9 વર્ષથી હું ધ્વજવંદન કરાવું છું. જો કોઈ ભૂલ ગણાય તો તે મારી ગણાય, પરંતુ કોઈ ભૂલ થઈ નથી. વર્ષોથી વંદેમાતરમ્, ધ્વજ ગીત અને રાષ્ટ્રગાન પદ્ધતિસર ગાઈએ છીએ. નરેન્દ્ર મોદીએ પણ બંગાળની ચૂંટણી દરમિયાન દાઢી વધારી રવિન્દ્રનાથ ટાગોરની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમના પેંગડામાં પગ નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાનુભાવોએ સાથે મળીને જે નિર્ણય કર્યો હતો તેને ઉથલાવવાનું કામ ભાજપ કરી રહી છે. દેશને આઝાદ કરવા માટે જે લોકો લડતા એ લોકોએ નક્કી કર્યું હતું કે કયુ રાષ્ટ્રગીત અને કયું રાષ્ટ્રગાન. જે લોકો નડતા હતા તે લોકો કઈ રીતે નક્કી કરી શકે. RSS અંગ્રેજોના દલાલ તરીકે કામ કરતું હતું. ‘શાખામાં વંદે માતરમ્ નથી ગાતા, તેવા લોકો રાષ્ટ્રગાનની ભક્તિ શીખવાડશે?’ ભાજપ એવા આક્ષેપ કરે છે કે સોનિયા ગાંધીએ વંદે માતરમ્ નું અપમાન કર્યું છે, આ વિશે કહ્યું કે ખૂદ સાવરકરે પણ અંગ્રેજોની માફી માંગી હોય તેવા પુરાવા મળ્યા છે. RSSના મુખ્યાલય પર 2005 સુધી દેશનો ત્રિરંગો કેમ ફરકાવવામાં આવ્યો નહીં? શાખાઓમાં રાષ્ટ્રગાન તરીકે જન ગણ મન નથી ગવાતું, તેના બદલે સદા વત્સલે ગાવામાં આવે છે. કોંગ્રેસના કાર્યાલયમાં કેટલી કડીઓ ગાવવી તે કોંગ્રેસ નક્કી કરશે. આપણા દેશનું રાષ્ટ્રગાન ગાવુ ફરજિયાત છે, પરંતુ વંદે માતરમ્ દરેક કાર્યક્રમમાં ગવાતું નથી. જે વિવાદ સર્જાયો તે ખડગેજીને ત્રણ મિનિટ અને 15 સેકન્ડ ઊભા હતા જેથી તે વાત મૂકી હતી. કોંગ્રેસ જ વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન વર્ષોથી ગાઈ છે. RSSની શાખાઓમાં ત્રણ ગીત ગવાતા હોય એવી કોઈ શાખા નથી. જે લોકો શાખામાં વંદે માતરમ્ નથી ગાતા તેવા લોકો અમને રાષ્ટ્રગાનની ભક્તિ શીખવાડશે. RSS અત્યાર સુધી એક રંગો અને દો રંગો ફરકાવતા હતા. જેને દેશની આઝાદીમાં મુખબીરીનું કામ કર્યું હોય તેને રાષ્ટ્ર ભક્તિ વિશે સવાલ પૂછવાનો કોઈ હક નથી. દેશની આઝાદીમાં જેને બલિદાન આપ્યું હોય તેના વિશે સવાલ પૂછવાનો કોઈને અધિકાર નથી. ‘અમિત શાહના પગમાં ઝંડો પડી ગયો હતો તેમને સવાલ પૂછવાનો અધિકાર નથી’ વાઇરલ વીડિયોમાં સોનિયા ગાંધીના ઈશારાને લઈને એવો આક્ષેપ કરાયો છે કે તે વંદે માતરમ્ રોકવા માટે કહી રહ્યા છે, હકીકત પૂછતા જણાવ્યું કે ખડગેજીને એક જગ્યા પર સળંગ ઊભા રહેવાનું હોય તો તેમને તકલીફ થતી હોય છે. જેથી સામે કોઈ ઈશારો કર્યો નથી, ખડગેજી માટે ખુરશી માગવામાં આવી હતી. જેથી મેં જઈને ખુરશી અત્યારે શક્ય ન હોવાનું કહ્યું હતું. અત્યારે ગીત ગવાય છે જેથી વ્યવસ્થા થાય તેમ નથી એટલે અત્યારે નહીં આપું શકું તેવું કહ્યું હતું. સોનિયા ગાંધીની તબિયત પણ સારી નથી. જેથી ઝંડા ગીત પૂરું થયું ત્યારે ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. ખડગેજીએ પણ ટેકો લઈને પોતાનું પ્રવચન આપ્યું હતું. 80 અને 77 વર્ષના વ્યક્તિ પર આ વિવાદ ન કરવો જોઈએ. દેશના યુવાનો પર જંતર મંતર જે ઘટના બની તેને લઈને કેમ માફી માંગવામાં ના આવી. વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સંસદમાં જવાબ આપવા ન આવે તો શું તેમણે ભજન અને મંજીરા વગાડવામાં મોકલેલા છે. જે લોકો સંસદના છેલ્લા દિવસે મોફુક રાખવા માટે આવે છે. દેશમાં ચાલી રહેલા આંદોલનના કારણે ગૃહમંત્રીના માથે કાળી ટીલી લાગી છે. તેમણે જવાબ આપવાના બદલે સવાલ પૂછવાનો કોઈ અધિકાર નથી. અમિત શાહ અત્યાર સુધી એક રંગો જ ફરકાવતા હતા. તેમના પગમાં ઝંડો પડી ગયો હોય તેને સવાલ પૂછવાનો અધિકાર નથી. ‘ખુરશી માટે બોલાવ્યો હતો’ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સાથેની વાતચીતને લઇને જણાવ્યું કે મને ઈશારો કરીને બોલાવાયો હતો. મને ખુરશી માટે વાતચીત કરી ત્યારે મેં કહ્યું હતું કે થોડીવારમાં પૂરું થઈ જશે ખમી શકો તો ખમી લો. એજ વાતચીત હતી. ‘જેના પરિવારમાંથી ત્રિરંગામાં લપેટાઈને શહીદી વહોરી હોય તેના પર સવાલ ન ઉઠાવાય’ અમિત શાહે સોનિયા ગાંધી પર ‘વંદે માતરમ’ રોકવાનો આરોપ લગાવ્યો છે. તેમજ બે હાથ જોડીને માફી માંગે તેવી માગ કરી છે, આ પૂછતા જણાવ્યું કે RSSની શાખાઓમાં જન ગણ મન ક્યારે ગવાશે અને કાર્યાલય પર ક્યારે ત્રિરંગો ફરકાવવામાં આવશે, જેની ટ્રેનિંગ લઈને અમિત શાહ આવ્યા છે? અમિત શાહના પગમાં દેશનો ઝંડો આવ્યો ત્યારે અમિત શાહે તો માફી માંગી નથી. જેના પરિવારમાંથી ત્રિરંગામાં લપેટાઈને શહીદી વહોરી હોય તેના પર સવાલ ન ઉઠાવી શકાય. 100 RSSની શાખાઓમાં ફરીએ, ભાજપ કાર્યાલયમાં આખું વંદે માતરમ્ અને આખું રાષ્ટ્રગાન ગાઈ લે તો નતમસ્તક સલામ કરું. અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક રંગો અને દો રંગો ફરકાવીને જિંદગી કાઢી છે. ‘વંદે માતરમ્ કેટલું ગાવુ તે ટાગોર, ગાંધી, પટેલ સહિતના લોકોએ નક્કી કર્યું હતું’ સોનિયા ગાંધીને ખબર હતી કે ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન થવાનું છે, આ વિશે જણાવ્યું કે વંદે માતરમ્ ગાવું એ સરકારી કાર્યક્રમમાં ફરજિયાત છે. કોઈ પાર્ટીના કાર્યાલયમાં આ ફરજિયાત નથી. પરંતુ છતાં અમે અમારા કાર્યાલય પર ગાઇએ છીએ. વંદે માતરમ્ કેટલું ગાવુ તે રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના લોકોએ નક્કી કર્યું હતું, જેના નિર્ણયને ઉથલાવવામાં આવે છે. સત્તાના જોરે મૂર્ખાઓની જમાત ભેગી થઈ છે. જવાહરલાલ નહેરુ સામે ભાજપને વાંધો છે. અત્યાર સુધી આઝાદી અપાવનારનું નામ ભાજપ દ્વારા લેવામાં આવતું નથી. ‘ગાંધી, પટેલ કરતા પણ મહાન થવાનો પ્રયાસ’ શું કાર્યક્રમ પહેલાં આખું ‘વંદે માતરમ’ ગાવું તેની કોઈ સૂચના આપવામાં આવી હતી, તેના વિશે જણાવ્યું કે અત્યારે સત્તાના જોરે જે મહાનુભાવોએ વંદે માતરમ્ને લઈને નિર્ણય કર્યો હતો તેનું અપમાન કરવા નીકળ્યા છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તે લોકો કરતા પણ મહાન થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ‘6 જગ્યાએ દેશના ઝંડાની જગ્યાએ પાર્ટીનો ઝંડો ફરકાવ્યો ત્યાં ફરિયાદ થશે’ સોનિયા ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે, તે વિશે જણાવ્યું કે ફરિયાદ નોંધવાની શરૂઆત RSSના કાર્યાલયથી કરવી જોઈએ. કોઈ દિવસ ધ્વજ ગીત ગાતા નથી. 6 જગ્યાએ દેશનો ઝંડો ફરકાવવાના બદલે પાર્ટીનો ખંડો ફરકાવવામાં આવ્યો છે. તો શું ત્યાં ફરિયાદ કરવામાં આવશે? ત્રણ જગ્યાએ ભાજપના કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ઊંઘો ફરકાવવામાં આવ્યો છે ત્યાં કેમ ફરિયાદ કરવામાં આવી નથી. અત્યારે ફસાયા છે જેથી ત્યાંથી બહાર નીકળવવાનો રસ્તો શોધી રહ્યા છે. યુવાનોના આંદોલનમાં ભાજપ અત્યારે ભરાઈ ગયું છે. તેનો જવાબ પણ સંસદમાં આપતા નથી. અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ રોડ રસ્તા બંધ કરી દીધા હતા. 29 જુલાઈએ નવો કાયદો બન્યો, વંદે માતરમના અપમાન પર 3 વર્ષની સજા વંદે માતરમને લઈને આ વિવાદ એવા સમયે થયો છે, જ્યારે સંસદે તાજેતરમાં તેને કાનૂની સંરક્ષણ આપતો નવો કાયદો પસાર કર્યો છે. આ અંતર્ગત વંદે માતરમને ‘જન ગણ મન’ જેટલું કાનૂની સંરક્ષણ મળ્યું છે. જાણી જોઈને તેના અપમાન કે ગાયનમાં અવરોધ ઊભો કરવા પર 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કંગના રનૌત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી:મુંબા દેવીના પણ દર્શન કર્યા, કહ્યું- 'રીલ કલ્ચર અને માનસિક નક્સલવાદ અમારા માટે મોટો પડકાર'
    Next Article
    Vijay Wants To Shift His Office. BJP Alleges Corruption In Tender Process

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment