Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતી વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો‎:દીકરીને પૈસા આપવા જેવી નજીવી બાબતે બોથડ પદાર્થ ઝીંકી પતિએ પત્નીને પતાવી દીધી

    17 hours ago

    મોરબી નજીક આવેલી આદ્યશક્તિ પેપરમીલમાં આવેલી ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા એક શ્રમિક દંપતિ વચ્ચે દીકરીને પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી, જે ધીમે ધીમે ઉગ્ર બની ગઈ હતી અને પતિએ આવેશમાં આવી પત્ની પર ધોકા જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી દેતાં પત્ની ત્યાં જ લોહીલુહાણ બનીને ઢળી પડી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બાદમાં પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ પીએમ માટે ખસેડાયો હતો. તેમજ તાલુકા પોલીસની ટીમ આરોપીને શોધવા ધંધે લાગી છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આદ્યશક્તિ પેપર મિલમાં કામ કરતા સોમવાર શાંતાબેન ભુરાભાઈ કતારાએ તેમની દીકરીને પૈસા આપ્યા હતા જે બાબતે તેના પતિ ભુરાભાઈ બધીયાભાઇ કતારાને વાંધો પડ્યો હતો અને તેમણે પત્ની સાથે દીકરીને પૈસા કેમ આપ્યા કહીને બોલાચાલી કરી હતી, જે વાત વધુ વણસી હતી અને ભુરાભાઇએ એ જ સમયે પાસે રહેલા ધોકા જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી દઇ શાંતાબેનની હત્યા નીપજાવી નાખી હતી અને પોતે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ નોંધી તપાસ હાથ ધરી હતી તેમજ આરોપી પતિની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. દંપતી લાંબા સમયથી અલગ રહેતું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે દંપતી વચ્ચે મનમેળ ન હતો અને બન્ને અલગ અલગ રહેતા હતા. દંપતીને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી છે. જે પૈકી મોટા દીકરાની ઉંમર 30 વર્ષ હોવાનું સામે આવ્યું છે. દીકરાઓ શાંતાબેન સાથે રહેતા હતા અને આરોપી અલગ રહેતો હતો. જો કે આ ઘટના બની ત્યારે બન્ને દીકરા ક્યાં હતા તે તપાસનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ:અમદાવાદમાં અત્યાર સુધીમાં 23.11 ઇંચ વરસાદ વરસ્યો; આજે સુરત-સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી
    Next Article
    Not Shubman Gill Or KL Rahul. This India Star's Help Is The Secret To Manav Suthar's Test Success

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment