Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની ફરજો અલગ:પંચાયત અને મહેસૂલની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કરાયું, હવે કામનો સ્પષ્ટ જોબચાર્ટ; જૂના ઠરાવો રદ

    23 hours ago

    ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા બંને કેડરની ફરજો અને જવાબદારીઓ નક્કી કરતો જોબચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉના સંબંધિત ઠરાવો રદ કરીને નવી કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. પંચાયત વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક થયા બાદ લાંબા સમયથી પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવાની રજૂઆતો થતી હતી. બંને કેડરની કામગીરી અલગ થતાં એક જ વ્યક્તિ પર 90થી 100 જેટલી કામગીરીનો બોજ રહેવાને બદલે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન શક્ય બનશે. ચર્ચા બાદ બંનેના જોબચાર્ટ અલગ કરવામાં આવ્યા છે. તલાટી કમ મંત્રીની મુખ્ય જવાબદારીઓ તલાટી કમ મંત્રીને ગ્રામ પંચાયતના સચિવ તરીકે પંચાયત અધિનિયમ હેઠળની વહીવટી કામગીરી સોંપવામાં આવી છે. તેમાં પંચાયતની પરચૂરણ ઉપજ અને વેરાની વસૂલાત, ગામમાં જન્મ-મરણ તથા લગ્નની નોંધણી સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત BPL દાખલા, ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આવક અને જાતિના પ્રમાણપત્રો તથા વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણની જવાબદારી પણ રહેશે. પંચાયત હસ્તકની જમીન પરથી દબાણ દૂર કરાવવાની કામગીરી, જાહેર સ્વચ્છતા અને પીવાના પાણીના પુરવઠાની દેખરેખ જેવી ગ્રામ્ય સુવિધાઓ સંબંધિત કામગીરી પણ તલાટી કમ મંત્રી સંભાળશે. નવી કાર્યપ્રણાલી મુજબ તલાટી કમ મંત્રીને ‘પંચાયત સચિવ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. મહેસૂલી તલાટીને મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી મહેસૂલી તલાટીને મુખ્યત્વે મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે. તેમાં જમીન મહેસૂલ સંહિતા હેઠળના જમીન રેકોર્ડ, વારસાઈ અને પેઢીનામું, અશાંત ધારો, જમીન સંપાદન તથા સર્વે અને સેન્સસ સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત PM-SVAMITVA યોજના, PM-KISAN, e-KYC અને પાક કાપણી અખતરા (GCES)ની ઓનલાઈન કામગીરી પણ મહેસૂલી તલાટીઓ કરશે. કુદરતી આપત્તિના સમયે સહાય માટેની કામગીરી તેમજ કૃષિ રાહત પેકેજ માટે પાક વાવેતરની ચકાસણીમાં મહેસૂલી તલાટીની પ્રાથમિક જવાબદારી રહેશે. જરૂર પડે ત્યારે બંને વચ્ચે સંકલન રહેશે મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું કે કામગીરી અલગ કરવામાં આવી હોવા છતાં જરૂરિયાત મુજબ બંને કેડર વચ્ચે સહકાર અને સંકલનની જોગવાઈ રાખવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાની કામગીરીમાં વિકાસ કમિશનરના હુકમથી મહેસૂલી તલાટીએ VCEને પણ જરૂરી મદદરૂપ થવાનું રહેશે. સરકારનો દાવો છે કે જવાબદારીનું આ સ્પષ્ટ વિભાજન થતાં અધિકારીઓ અને કર્મચારીઓ પરનો કામગીરીનો બોજ વ્યવસ્થિત થશે તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપની નવી ટીમમાં માત્ર 18% મહિલાઓ:65 સભ્યોમાં 51 નવા ચહેરા, વસુંધરા સૌથી વૃદ્ધ, યુવા મોરચાના અધ્યક્ષ કરતાં 38 વર્ષ મોટા
    Next Article
    સમીના અમપાપુરમાં VCE રૂ. 15,000ની લાંચ લેતા ઝડપાયો:પાક નિષ્ફળ સહાય મંજૂરી માટે લાંચ માંગનાર VCEને ACBએ રંગેહાથ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment