Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરતળાવમાં ગટરનું પાણી ભળતું હોય તેવો કોંગ્રેસ નગરસેવકો વિડિઓ વાઇરલ:"તંત્ર અડધા શહેરને દૂષિત પાણી પાઈ રહ્યું છે." - નગરસેવક જયદીપસિંહ ગોહિલ, ચેરમેનએ જૂની ડ્રેનેજ લાઈનની સમસ્યા સ્વીકારી, કાયમી ઉકેલની ખાતરી આપી

    1 day ago

    ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં પીવાના પાણીના જળાશય સમાન બોરતળાવમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ મુદ્દે બોરતળાવ વિસ્તારના નગરસેવક જયદીપસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે આક્ષેપ કર્યો છે કે શાસકો અને તંત્ર અડધા ભાવનગર શહેરને દૂષિત પાણી પાઈ રહ્યા છે. નગરસેવક કાંતિભાઈ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ આ ખુલાસો થયો છે, બોરતળાવમાં પંપીંગ સ્ટેશન પાસેથી અવારનવાર ગટરનું પાણી બોરતળાવમાં ભળતું હોવાની ફરિયાદો ઉઠી છે, અસંખ્યવાર રજૂઆતો કરવા છતાં સમયસર કામગીરી ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું,બોરતળાવમાંથી અડધા ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ડૂબ વિસ્તારમાંથી ગટર લાઈનો હટાવીને તાત્કાલિક ધોરણે અપગ્રેડેશન કરવા અને ગંદું પાણી બોરતળાવમાં આવતું સદંતર બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મહાનગરપાલિકાના ચેરમેન કિશન મેહતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ના છેવાડાના ભાગમાં ડ્રેનેજ લાઈનમાં તકલીફ સર્જાવાના કારણે આ પાણી તળાવમાં જઈ રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે, સંબંધિત વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે માહિતી આપી હતી કે ઈશ્વરિયા તરફની ડ્રેનેજ લાઈનનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. જૂની ડ્રેનેજ લાઈનને કારણે આ સમસ્યા ઉદ્ભવી હોવાનું સ્વીકારીને, તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલ માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે, નવી લાઈન અપડેટ કરીને ડ્રેનેજનું પાણી અન્ય દિશામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને નાગરિકોના હિત અને સુખાકારી માટે વહેલી તકે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે...
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મધ્યાહ્ન ભોજન કર્મચારીઓનું પ્રદર્શન:₹30 હજાર વેતન સહિત 6 માંગણીઓ સાથે આવેદન પાઠપ્યું
    Next Article
    The Return Of Ram Madhav: What It Means For RSS-BJP Relations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment