Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન:અમદાવાદમાં વિવિધ યુનિયનો દ્વારા ધરણા પ્રદર્શન, સામાન કામ સમાન વેતનની માગ

    1 day ago

    ભારતીય મજદૂર સંઘની સાથે સાથે અન્ય યુનિયનો દ્વારા પણ પગાર-પેન્શન સહિતના બાકી પ્રશ્ને કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અલગ અલગ યુનિયનના લોકોએ સમાન કામ સમાન વેતનના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. ઘણા સમયથી સરકાર માંગણીઓ ન સ્વીકારતી હોવાથી કલેકટરને આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવામાં આવી છે. તો આંગણવાડી બહેનોને પણ પૂરતું વેતન આપવામાં ન આવતા તે લોકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 10 હજારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનું કહી પગાર વધારવા માટે સરકાર પાસે માંગ કરી છે. અલગ અલગ 16થી વધુ પડતર પ્રશ્ને રજૂઆત કરવામાં આવી ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ શૈલેષ જોષીએ જણાવ્યું હતું કે, રાચી ખાતે મળેલી કારોબારીમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી તેને લઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ એકત્રિત થયા છે. પડતર માગણીયો સ્વીકારવામાં આવે તે માટે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છીએ. મોટાભાગના કર્મચારીઓને બોનસ આપવામાં આવતું નથી જેથી તે લોકોને પણ બોનસ આપવામાં આવે અને તેની મર્યાદા વધારવામાં આવે તેવી પણ અમારી માંગણી છે. અનેક કર્મચારીઓને સ્કીમ વર્કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમજ તેમના વેતનમાં વધારો કરવામાં આવતો નથી. જેથી સ્કીમ વર્કર હેઠળ ના કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેમના વેતનમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરીએ છીએ. સમાન કામ સમાન વેતન આપવામાં આવે તેવી પણ રજૂઆત કરીએ છીએ. ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવા માટે પણ વિરોધ પ્રદર્શન કરીને માંગ કરીએ છીએ. લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે જેમાં બે કોડમાં અમે સંપાતી આપીએ છીએ અને બે કોડમાં અમે સુધારા વધારા કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ તે પણ સરકાર દ્વારા હજી સુધી કરવામાં આવ્યો નથી. જેથી આંગળીઓ સ્વીકારવામાં ન આવતા તરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોચાડી રહ્યા છીએ. લઘુતમ વેતનમાં અન્ય રાજ્યની જેમ દર વર્ષે વધારો કરવાની માગ આંગણવાડી વર્કર ભાવનાબેને જણાવ્યું હતું કે, અમે લોકો અમારી મુખ્ય પાંચ માગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છીએ. લઘુતમ વેતનમાં જાહેર કરવામાં આવે અને અન્ય રાજ્યમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે તો ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં પણ વધારો કરવો જોઈએ તેવી માંગ કરીએ છીએ. રિટાયરમેન્ટના 58 વર્ષ છે જે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 65 વર્ષ કરવામાં આવે તેવી પણ બંધ કરીએ છીએ. અત્યારે 10 હજાર જેટલી નજીવી રકમ આપવામાં આવે છે હવે આ રકમમાં અમારે ઘર કઈ રીતે ચલાવવું. તેમજ ગરમ નાસ્તાના બિલ પણ સમયસર ચૂકવવામાં આવતા નથી તેથી ગરમ નાસ્તો લાવવા માટે પણ અમારે 10 હજારમાંથી ખર્ચ કરવો પડતો હોય છે. માલ સામાન લાવવા માટેનો ભાડું સરકારે નક્કી કરી દીધું છે પરંતુ હજી સુધી અમને આપવામાં આવ્યું નથી. જેથી 10 હજારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોવાથી સરકારે તાત્કાલિક પગાર વધારો કરવો જોઈએ. પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને લડત વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ વચ્ચે શ્રમિકોને પૂરતું વેતન અને સામાજિક સુરક્ષા ન મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંગઠને EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન 7,500 કરવાની, લઘુત્તમ વેતન 30,000 નક્કી કરવાની, ESIની મર્યાદા 21,000થી વધારી 42,000 અને EPFની મર્યાદા 15,000થી વધારી 30,000 કરવાની માંગ કરી છે. તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સમાન કામ માટે સમાન વેતન, સરકારી વિભાગોની ખાલી જગ્યાઓ ભરવા, બેન્કિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવા, બોનસ અને ગ્રેચ્યુઇટીમાં સુધારા તથા સ્કીમ વર્કર્સને કામદારનો દરજ્જો આપી તેમના માનદ વેતનમાં વધારો કરવાની આંદોલનમાં કરવામાં આવશે. BMSએ ઔદ્યોગિક સંબંધો કોડ અને OSHWC કોડની કેટલીક જોગવાઈઓનો વિરોધ કરીને ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કરવા અને ભારતીય શ્રમ પરિષદ બોલાવવાની પણ માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    LPG e-KYCની ડેડલાઈન વધી, જુઓ નવી તારીખ:સર્વર અને એપ ડાઉન થવાથી ગ્રાહકો પરેશાન; ગેસ એજન્સીઓ પર લાંબી કતારો લાગી
    Next Article
    ખડિયામાં નકલી દૂધ ઝડપાયા બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:કેમિકલયુક્ત નકલી દૂધના કારોબાર સામે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી દૂધ માફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગ કરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment