Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ વહીવટી તંત્રમાં મોટાપાયે બદલીઓ:પ્રાંત અધિકારીઓથી ડેપ્યુટી કમિશનર સુધીના અધિકારીઓની ફેરબદલ

    8 hours ago

    રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. આ ફેરબદલમાં અનેક મહત્વના વહીવટી હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની બદલી અને નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારોમાં ભુજ, મુન્દ્રા, અબડાસા અને ભચાઉના પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ તંત્ર અને પુરવઠા વિભાગનો સમાવેશ થાય છે.ભુજના પ્રાંત અધિકારી એ.બી. જાદવની બદલી થતાં તેમના સ્થાને અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નાકિયાને જવાબદારી સોંપાઈ છે. મુન્દ્રા પ્રાંતમાં બી.એચ. ઝાલાની બદલી કરીને નર્મદાથી અભિષેક આર. સિંહાની નિમણૂક કરવામાં આવી છે. અબડાસા પ્રાંતમાં ચેતન એમ. પ્રજાપતિની બદલી થતાં ખંભાળિયાથી કે.કે. કરમાટાને નિયુક્ત કરાયા છે. ભચાઉના પ્રાંત અધિકારી જે.આર. ગોહિલની પોરબંદર ખાતે બદલી થઈ છે.જિલ્લા વિકાસ તંત્રમાં પણ મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. કચ્છના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી વિજયા એમ. પ્રજાપતિના સ્થાને માંડલ-બેચરાજીથી આસ્થા ડી. ડાંગરની નિમણૂક થઈ છે. કચ્છના અન્ય ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી સી.આર. પ્રજાપતિની ગાંધીનગર ખાતે ડેપ્યુટેશન પર બદલી કરાઈ છે. તેમની જગ્યાએ મોરબીના ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ સી. ભટ્ટને કચ્છમાં જવાબદારી સોંપવામાં આવી છે.કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી સી.આર. નિમાવતની નડિયાદ ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ છે. આ ઉપરાંત, મહેસાણાના પ્રાંત અધિકારી યુ.એચ. વાલંદને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. આ વ્યાપક ફેરફારો બાદ કચ્છના વિવિધ વહીવટી વિભાગોમાં નવા અધિકારીઓ કાર્યભાર સંભાળશે. આશા છે કે તેમના અનુભવ અને કામગીરીથી સ્થાનિક વહીવટને નવી દિશા મળશે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના પ્રથમ સોમવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે:ભક્તોએ વહેલી સવારથી જળાભિષેક અને પૂજા-અર્ચના કરી
    Next Article
    A fake E20 bandh, a dozen anchors off-air, and a mystery yet to be solved

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment