Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ હેકિંગના કિસ્સા વધ્યા:કોન્ટેક્ટ્સને મેસેજ મોકલી ફ્રોડ

    1 day ago

    સાઇબર ઠગોએ હવે લોકોને છેતરવાની પદ્ધતિ બદલી છે. સાઈબર ઠગો હવે વોટ્સએપ હેક કરે છે. તેમાંથી પરિચિતોને પૈસાની જરૂર હોવાના મેસેજ મોકલીને QR કોડ દ્વારા પૈસા પડાવી લે છે. આમાં પૈસા આપનાર છેતરાય છે અને હેક થયેલા એકાઉન્ટના બધા જ કોન્ટેક્ટ્સનો ડેટા પણ ચોરો પાસે પહોંચી જાય છે. પછી તમામ કોન્ટેક્ટ્સને પૈસાની જરૂર હોવાના મેસેજ કરે છે અને જો કોઇ પૈસા આપવાની તૈયારી દર્શાવે તો ક્યુઆર કોડ મોકલીને નાણાની ઉચાપત કરી લે છે. ગાંધીનગરમાં આવા કિસ્સા બની રહ્યા છે. શિક્ષિત લોકો પણ આવી જાળમાં ફસાઇ જાય છે. ગાંધીનગરમાં આ પ્રકારે અનેક કિસ્સા બન્યા છે. વોટ્સએપ હેક થયા પછી મૂળ ફોનધારકના ફોનમાંથી મેસેજ જાય છે જેથી તેના કોન્ટેક્ટસ સાથે છેતરપિંડી થાય છે. અત્યારસુધીમાં જે કિસ્સા ધ્યાને આવ્યા છે તેમાં વેબ વોટ્સએપ એટલે કે મોબાઇલ ઉપરાંત લેપટોપ કે પીસીમાં પણ વોટ્સએપનો ઉપયોગ થતો હોય તેમાં આ પ્રકારે વાયરસની ઘૂસણખોરી વધારે થતી હોવાનું જણાયું છે. જેથી વેબ વોટ્સએપના યુઝર્સે સતર્ક રહેવા અને કામ પૂર્ણ થયા પછી લોગઆઉટ કરવાના સૂચન સાઈબર એક્સપર્ટ કરી રહ્યા છે. ફાઇલો પાછળ છુપાયેલો ટ્રોઝન વાઇરસ કરે છે હેક વોટ્સએપ હેક કરવાનો સૌપ્રથમ સ્ટેપ આ પદ્ધતિમાં સાઈબર ગુનેગારો લોકોને સામાન્ય દેખાતી પીડીએફ ફાઇલો, વીડિયો અથવા વેબ લિંક્સ મોકલે છે. આ ફાઇલો કે લિંક્સ પર ક્લિક કરવાથી યુઝર્સને ખબર પણ નથી પડતી અને તેમનું એકાઉન્ટ હેક થઇ જાય છે. આ ટ્રોઝન વાયરસ વાસ્તવમાં એક છુપો પ્રોગ્રામ છે, જે સામાન્ય દસ્તાવેજ પાછળ સંતાયેલો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને તેને ખોલે છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં રહેલો આ વાયરસ સક્રિય થઈ જાય છે. -નિલયકુમાર શાહ, સાઇબર એક્સ્પર્ટ વોટ્સએપ હેકથી બચવા ટુ- ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરો મોબાઈલ અને કમ્પ્યુટરમાં વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે કેટલીક પાયાની સાવચેતી રાખવી અનિવાર્ય છે. સાઈબર હુમલાથી બચવા માટે સૌથી પહેલાં વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરવું જોઈએ. આ સુરક્ષા કવચ સક્રિય હોવાથી અન્ય કોઈ વ્યક્તિ એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરે તો પણ સુરક્ષિત રહે છે. વોટ્સએપ તરફથી આવતો ઓટીપી કોઈ સાથે શેર કરવો નહીં. વોટ્સ એપ હેક થાય ત્યારે શું કરવું જોઇએ વોટ્સએપ હેક થાય ત્યારે આ પગલાં તાત્કાલિક લો જ્યારે પણ તમને ખબર પડે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે, ત્યારે જરાય સમય ગુમાવ્યા વિના સૌથી પહેલાં તેની ફરિયાદ સાઈબર ક્રાઇમ (Cyber Crime) વિભાગમાં નોંધાવો. સાઈબર હેલ્પલાઇન નંબર અથવા પોર્ટલ પર આ વિગત આપવી જરૂરી છે જેથી ડેટાનો દુરુપયોગ થતો અટકાવી શકાય. વોટ્સએપ હેક થાય ત્યારે આ ચાર સ્ટેપ ફોલો કરો •ફરીથી લોગ-ઈન કરો : તમારા મોબાઈલ નંબર સાથે વોટ્સએપમાં ફરીથી સાઈન-ઈન કરવાનો પ્રયાસ કરો. •ઓટીપી દાખલ કરો : 6 આંકડાનો ઓટીપી કોડ દાખલ કરો. •હેકરને લોગ-આઉટ કરો : જેવો તમે સાચો ઓટીપી નાખશો, એટલે અન્ય ડિવાઇસ, હેકરના કમ્પ્યુટરમાં ચાલતું એકાઉન્ટ લોગ-આઉટ થઈ જશે. •લિંક્ડ ડિવાઇસ તપાસો : જો એકાઉન્ટ ખુલી જાય તો સેટિંગ્સમાં લિંક્ડ ડિવાઇસ ઓપ્શનમાં જઈને તમામ બ્રાઉઝરને મેન્યુઅલી રીમુવ કરો. > અમિત ઠાકોર - પીએસઆઈ, ટેકનિકલ સેલ
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ દ્વારા વંદે માતરમના અપમાન સામે વિરોધ:જામનગર BJYM દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
    Next Article
    Somnath Temple Shravan First Somvar |શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment