Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગ લાગ્યા પછી શું સુરક્ષિત રીતે સ્વયં બહાર નીકળી શકાય?:વિલે પાર્લા આગની દુર્ઘટની ફરી સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત

    1 day ago

    દેશ સ્વતંત્રતા દિવસ ઊજવવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ વિલે પાર્લે અને ડોંબિવલીમાં થયેલી તાજેતરની આગની ઘટનાઓએ મુંબઈની હાઈ-રાઈઝ ઇમારતોમાં રહેતા લોકો સામે એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે. આગ લાગ્યા પછી શું આપણે પોતે સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે તૈયાર છીએ, કે પછી ફાયર બ્રિગેડ પહોંચવાની રાહ જોઈશું? મુંબઈ ફાયર બ્રિગેડે 2024માં 5,301 આગની ઘટનાઓ પર કાર્યવાહી કરી, જ્યારે 2023માં આ સંખ્યા 5,074 હતી. વિલે પાર્લેની તાજેતરની ઘટનામાં એક નાનકડા બાળક સહિત બે લોકોના મૃત્યુએ ફરી એક વાર પ્રશ્ન ઊભો કર્યો છે કે માત્ર ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવી પૂરતી છે કે નહીં. સાચો પ્રશ્ન એ છે કે શું આ સિસ્ટમો આપાતકાલીન સ્થિતિમાં ખરેખર કાર્ય કરે છે અને શું તેને ચલાવનાર લોકો તાલીમપ્રાપ્ત છે? ડૉ. દીપક મોંગા, ફાયર સેફ્ટી અને ઇવેક્યુએશન નિષ્ણાત,એ કહ્યું: આજે સૌથી મોટો તફાવત નિયમોના પાલન અને વાસ્તવિક તૈયારી વચ્ચે છે. કોઈપણ ઇમારતમાં કાગળ પર તમામ જરૂરી ફાયર સેફ્ટી સિસ્ટમ હોઈ શકે છે, પરંતુ જો તે કાર્યરત ન હોય, સ્ટાફ તાલીમપ્રાપ્ત ન હોય અને રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા ખબર ન હોય, તો તે ઇમારતને ખરેખર ફાયર-સેફ કહી શકાય નહીં. અમારે ફાયર સેફ્ટી સર્ટિફિકેશનથી આગળ વધીને સતત ફાયર સેફ્ટી તૈયારી પર ધ્યાન આપવું પડશે.”તેમણે આગળ કહ્યું: “આ સ્વતંત્રતા દિવસે આપણે આગની ત્રાસદીઓથી આઝાદીની વાત કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:અધિકારીઓના કાફલા સાથે CM અમેરિકા-કેનેડાના પ્રવાસે ઉપડ્યા, અમિત ચાવડાની ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા જેવી થઈ
    Next Article
    કોલાબા નેવી નગરમાં બનેલી ચોંકાવનારી ઘટના:નૌકાદળના જવાન દ્વારા પત્ની, બે બાળકોની હત્યા બાદ આત્મહત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment