Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં નગરપાલિકાની કામગીરી સામે રહીશોમાં રોષ:રસ્તાના ખાડા પૂરવા જાતે જ મેદાને ઉતર્યા, શ્રમદાન કરી આત્મનિર્ભર બનવા મજબૂર બન્યાં

    10 hours ago

    ગોધરા શહેરના બામરોલી વિસ્તારમાં આવેલા માણેકચોક રજવાડી ટેકરી સોસાયટીના રહીશોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો છે. રસ્તાઓની બિસ્માર હાલત અને મોટા ખાડાઓને કારણે હાલાકી ભોગવી રહેલા રહીશોએ આખરે જાતે જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તાની આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો. આથી, કંટાળીને સોસાયટીના રહીશોએ એકઠા થઈને રોડા અને માટી વડે ખાડા પૂરવાનું શ્રમદાન શરૂ કર્યું હતું. આ ઘટનાએ સ્થાનિક નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ, શિક્ષકો સહિત શિક્ષિત અને કરદાતા વર્ગના લોકો વસવાટ કરે છે. તેમ છતાં, પ્રાથમિક સુવિધા સમાન રસ્તા માટે પણ તેમને જાતે જ શ્રમદાન કરવાની ફરજ પડી રહી છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે.રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરાવે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કાયમી ઉકેલ લાવે.
    Click here to Read More
    Previous Article
    ટોપ-10 માંથી 5 કંપનીનું માર્કેટ કેપ ₹1 લાખ કરોડ ઘટ્યું:TCS ટોપ લૂઝર, વેલ્યુ ₹34,263 કરોડ ઘટી; LICની વેલ્યુ વધી
    Next Article
    પાટણમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા પર્વની ઉજવણી:ઝૂલેલાલ મંદિરમાં 85 ભક્તોના 40 દિવસ અન્ન-જળના ત્યાગ સાથે કઠિન ઉપવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment