Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ગોળ લોહાણા સમાજની સાધારણ સભા યોજાઈ:કુંવરબા હોલના પુનઃનિર્માણ માટે દાતાઓનું સન્માન કરાયું

    2 days ago

    પાટણ ગોળ લોહાણા સમાજ ટ્રસ્ટની સાધારણ સભા અને કુંવરબા હોલના પુનઃનિર્માણ કાર્યક્રમનું આયોજન રવિવાર, ૧૬ ઓગસ્ટના રોજ મીરા દરવાજા સ્થિત કુંવરબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજુભાઈ પી. ઠક્કર અધ્યક્ષસ્થાને રહ્યા હતા, જ્યારે શૈલેષભાઈ બી. ઠક્કર (નેદ્રોડા) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શુભ પ્રસંગે ગાયત્રી યજ્ઞ યોજી ઇષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ જે.ડી. ઠક્કરે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના મંત્રી આર.જી. ઠક્કરે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાધારણ સભામાં સમાજ અને સંસ્થાના ભાવિ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કુંવરબા હોલના પુનઃનિર્માણ માટે શ્રેષ્ઠ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શીલ્ડ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ દાતાશ્રીઓની સ્મૃતિ તકતીઓનું તેમના પરિવારજનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. સમાજના વિકાસ અને કુંવરબા હોલના પુનઃનિર્માણ જેવા સેવાકીય કાર્યમાં દાતાશ્રીઓ તથા સમાજજનોના સહયોગથી એકતા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી.આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પી.આઈ. ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સંસ્થાના મંત્રી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રગીતના કથિત અપમાન સામે વેરાવળમાં ભાજપનો વિરોધ:શહેર ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ
    Next Article
    નવસારી મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ ભરતી:એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ, રૂબરૂ કે ટપાલથી મોકલેલી અરજી અમાન્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment