Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે ભારત-પાકિસ્તાનને પાછળ છોડ્યું:ઓસ્ટ્રેલિયાની માટીમાં પહેલીવાર કપાળે વિજય તિલક લગાવ્યું, સૌથી ઓછી મેચમાં ટેસ્ટ જીતનારી એશિયન ટીમ બની

    21 hours ago

    બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ તેની પહેલી ટેસ્ટ જીત છે. બાંગ્લાદેશે ચોથા દિવસે બીજા સેશનમાં 9 વિકેટ બાકી રહેતા 57 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ પહેલા બાંગ્લાદેશે 2003માં ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ રમી હતી, પરંતુ બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 3 ટેસ્ટમાં પ્રથમ જીત નોંધાવીને બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછા મેચમાં ટેસ્ટ જીતનારી એશિયન ટીમ બની ગઈ છે. પાકિસ્તાને 7 અને ભારતે 12 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે શ્રીલંકા 15 ટેસ્ટ પછી પણ જીતની રાહ જોઈ રહ્યું છે. હસન મહમૂદ પ્લેયર ઓફ ધ મેચ બાંગ્લાદેશની ઐતિહાસિક જીતના હીરો ફાસ્ટ બોલર હસન મહમૂદ અને ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજ રહ્યા. મહમૂદે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી, જ્યારે મિરાજે 65 રન બનાવવાની સાથે 5 વિકેટ પણ પોતાના નામે કરી. બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં સાત ટેસ્ટ મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમે 5 મેચમાં જીત મેળવી. જ્યારે બાંગ્લાદેશે બે મેચ જીતી. ટેસ્ટ સિરીઝની બીજી મેચ 22 ઓગસ્ટથી મેકેમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની બીજી જીત બાંગ્લાદેશે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને બીજી વખત હરાવ્યું છે. આ પહેલા તેણે ઑગસ્ટ 2017માં મીરપુર ટેસ્ટમાં 20 રનથી જીત મેળવી હતી. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં સાત ટેસ્ટ મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમે 5 મેચમાં જીત મેળવી. જ્યારે બાંગ્લાદેશે બે મેચ જીતી. ટેસ્ટ સિરીઝની બીજી મેચ 22 ઑગસ્ટથી મેકેમાં રમાશે. પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશે 426 રન બનાવ્યા ઓસ્ટ્રેલિયાએ ડાર્વિનમાં ગુરુવારે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ટીમનો પ્રથમ દાવ 198 રનમાં સમેટાઈ ગયો. બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી. જવાબમાં બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 426 રન બનાવ્યા. તન્ઝીદ હસને 101 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ ઓસ્ટ્રેલિયન ધરતી પર કોઈ બાંગ્લાદેશી બેટરની પ્રથમ ટેસ્ટ સદી હતી. નઝમુલ હુસૈન શાંતોએ 84 રન, જ્યારે મેહદી હસન મિરાજે 65 રન બનાવ્યા. આમ બાંગ્લાદેશે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયા પર 228 રનની લીડ મેળવી. કેમરૂન ગ્રીનની સદી કામ ન આવી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 198 રનમાં ઓલઆઉટ થવાને કારણે બાંગ્લાદેશથી 228 રન પાછળ હતી. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સનો સ્કોર 161/4થી આગળ રમવાનું શરૂ કર્યું અને 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે બાંગ્લાદેશને 57 રનનો ટાર્ગેટ મળ્યો. બીજી ઇનિંગ્સમાં કેમરૂન ગ્રીને 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 201 બોલમાં 104 રન બનાવ્યા. ગ્રીનના ટેસ્ટ કરિયરની આ ત્રીજી સદી હતી. મેહદી હસન મિરાજે 5 વિકેટ લીધી મેહદી હસન મિરાજે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી. તેણે એલેક્સ કેરીને 30 રન પર લિટન દાસના હાથે કેચ કરાવ્યો, ત્યારબાદ બ્યૂ વેબસ્ટરને 12 રન પર બોલ્ડ કર્યો. પછી પેટ કમિન્સને 9 રન પર શોર્ટ લેગમાં કેચ કરાવ્યો. ગ્રીનના 104 રનની સદી પછી મેહદીએ તેની ઇનિંગ્સ પણ સમાપ્ત કરી અને અંતે નાથન લાયનને 15 રન પર LBW કરીને ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ 284 રનમાં સમેટી લીધી. ભારતને ક્યારેય હરાવી શક્યું નથી બાંગ્લાદેશ ભારત સામે બાંગ્લાદેશનો ટેસ્ટ રેકોર્ડ અત્યંત ખરાબ રહ્યો છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 15 ટેસ્ટ રમાઈ છે, જેમાં બાંગ્લાદેશ એક પણ મેચ જીતી શક્યું નથી. ભારતે 13 મેચ જીતી છે, જ્યારે 2 ટેસ્ટ ડ્રો રહી છે.
    Click here to Read More
    Previous Article
    Week Ahead On D-Street: US Fed Minutes, FPI Inflows, Crude Oil Prices, US-Iran Conflict To Drive Sensex, Nifty
    Next Article
    વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આબરુના ધજાગરા ઉડ્યા:હોકીની મેચમાં પેનલ્ટી કોર્નરનો સામાન લાવવાનું ભૂલી ગયા; સેફ્ટી કીટ ડ્રેસિંગ રૂમમાં રહી ગઈ, કેપ્ટનને ગ્રીન કાર્ડ મળ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment