Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બધું ગુમાવ્યું છતાં બન્યા પ્રમાણિકતાની મિશાલ:પોદ્દાર આર્કેડમાં પૂરમાં તણાઈ ગયેલું રોકડ-મોબાઈલ ભરેલું પાર્સલ પાડોશી મોબાઈલ વેપારીએ પરત કરાવ્યું

    1 day ago

    સુરતના પોદ્દાર આર્કેડમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ માનવતા અને અનોખી પ્રમાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પૂરમાં તણાઈને બહાર આવેલું રોકડ અને કિંમતી મોબાઈલ ભરેલું બોક્સ બાજુના વેપારીને મળતાં તેમણે લાલચ રાખ્યા વિના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી મૂળ માલિકને સોંપાવ્યું હતું. શટર પાસે પાણીમાં તરતું બોક્સ મળ્યું પોદ્દાર આર્કેડમાં સળંગ 48 કલાક સુધી પૂરના પાણી ભરાઈ રહેતાં તમામ 106 દુકાનોનો માલસામાન બરબાદ થઈ ગયો હતો. પાણી ઓસર્યા બાદ 'ખોડિયાર મોબાઈલ'ના સંચાલક નરેન્દ્રભાઈ કપુરિયા પોતાની દુકાને પહોંચ્યા ત્યારે શટર પાસે પાણીમાં એક પાર્સલ તરતું મળ્યું હતું. તેમણે તપાસ કરતાં અંદરથી ₹85,000ની રોકડ, 4 કિંમતી મોબાઈલ અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે ₹3.50થી ₹3.75 લાખ હતી. પોતાની નુકસાની હોવા છતાં પ્રમાણિકતા દાખવી છેલ્લા 21 વર્ષથી સર્વિસ સેન્ટર ચલાવતા નરેન્દ્રભાઈની પોતાની દુકાનમાં પણ પૂરમાં ભારે નુકસાન થયું હતું. છતાં કોઈ લાલચ રાખ્યા વગર આ પાર્સલ સાથી વેપારીનું હોવાનું સમજીને તેમણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધું હતું. વેરિફિકેશન બાદ અસલ માલિકને સામાન સોંપાયો પોદ્દાર આર્કેડમાં 'મોબાઈલ ઈન્ડિયા' ધરાવતા પ્રવીણભાઈ વાઘમશીની દુકાનમાંથી આ પાર્સલ શટર બરાબર લોક ન થવાને કારણે તણાઈ ગયું હતું. પોલીસ અને વેપારી મંડળ દ્વારા યોગ્ય ખરાઈ કર્યા બાદ આશરે એક મહિના પછી પ્રવીણભાઈને તેમનો કિંમતી સામાન સહીસલામત પરત સોંપવામાં આવ્યો હતો. વિપરીત પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈએ દાખવેલી આ ઈમાનદારીની સમગ્ર બજારમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનની વર્લ્ડ કપમાં આબરુના ધજાગરા ઉડ્યા:હોકીની મેચમાં પેનલ્ટી કોર્નરનો સામાન લાવવાનું ભૂલી ગયા; સેફ્ટી કીટ ડ્રેસિંગ રૂમમાં છોડી દીધી, કેપ્ટનને ગ્રીન કાર્ડ મળ્યું
    Next Article
    હરણી એરપોર્ટ નજીક અચાનક રોડ બેસી જતા ટ્રક ફસાઈ:વ્હીલ ખાડામાં ગરકાવ થતાં એક તરફ નમી ગઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment