Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેચ શરૂ થવાનો જ હતો, ત્યાં ફરી વરસાદ શરૂ થયો:પીચને કવર્સથી ઢાંકી દેવાઈ, બીજા દિવસનો પહેલો સેશન પણ ધોવાયો

    15 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદના કારણે અત્યાર સુધી શરૂ થઈ શક્યો નથી. બપોરે 2:15 વાગ્યાથી રમત શરૂ થવાની હતી. ત્યાં જ ફરી વરસાદ શરૂ થતા મેચને રોકવી પડી છે અને પીચને કવર્સથી ઢાંકી દેવામાં આવી છે. સવારથી રહી-રહીને વરસાદ પડી રહ્યો છે. થોડી વાર વરસાદ રોકાયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફે કવર્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. વરસાદના કારણે પહેલો સેશન ધોવાઈ ગયો. લંચ પણ સમય પહેલાં લેવું પડ્યું. ટીમ ઈન્ડિયા 288/2ના સ્કોરથી રમવાનું શરૂ કરશે. દેવદત્ત પડિકલ 131 અને રિષભ પંત 27 રનથી પોતાની ઇનિંગ્સ આગળ વધારશે. પ્રથમ દિવસે પણ વરસાદના કારણે બે વાર રમત અટકી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Tukaram Mundhe के निशाने पर Shahrukh Khan, Ajay Devgan, Tiger Shroff | FDA Notice to Bollywood
    Next Article
    ઈરાન સાથેના કરાર મામલે ખાડી દેશો ટ્રમ્પથી નારાજ:વાટાઘાટોનું પરિણામ ન આવતા સહયોગી દેશોની અકળામણ વધી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment