Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૉલમાં ભારતનો ભવ્ય પ્રારંભ:આજે પડિકલ અને પંત રમત આગળ વધારશે; બન્ને બેટર્સની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે

    1 day ago

    શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. દેવદત્ત પડિકલ અને રિષભ પંત આજના દિવસની રમતને આગળ વધારશે. મેચના પહેલા દિવસે ભારતે 2 વિકેટે 288 રન બનાવ્યા. ગૉલમાં દેવદત્ત પડિકલે ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી. તે 131 રન બનાવીને અણનમ પાછો ફર્યો. જ્યારે રિષભ પંત 27 રન બનાવીને ક્રિઝ પર છે. પડિકલે 178 બોલમાં સદી ફટકારી નંબર-3 પર ઉચતેલા દેવદત્ત પડિકલે 178 બોલમાં 131 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. તેણે કેએલ રાહુલ સાથે બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી. રાહુલ 77 રન પર રિટાયર્ડ હર્ટ થયો કેએલ રાહુલે 162 બોલમાં 77 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ક્રેમ્પને કારણે તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. ગિલ 16 અને યશસ્વી 32 રન બનાવી આઉટ યશસ્વી જયસ્વાલ 32 રન બનાવી રન આઉટ થયો. આ પછી કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવી આઉટ થયો. પ્રભાત જયસૂર્યાએ તેનો કેચ લાહિરુ ઉદારાના હાથે કરાવ્યો. ગિલ આઉટ થયા બાદ પડિકલ અને રિષભ પંતે ઇનિંગ્સ સંભાળી. બંનેએ ત્રીજી વિકેટ માટે 52* રન જોડ્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Corporate Actions This Week: Mazagon Dock, Sun TV, Mahanagar Gas, Jindal Steel & More In Focus — Full List
    Next Article
    સામાન્ય મહિલાઓના અસાધારણ સાહસની વાર્તા:'છૂ લો આસમાન'માં મહિલા સશક્તિકરણનું વાસ્તવિક ચિત્ર; જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ આપશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment