Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જૈન સંઘ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી:દેશભક્તિ રેલી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

    12 hours ago

    બોટાદમાં સમસ્ત જૈન સંઘ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જૈન સમાજના ત્રણેય ફિરકાના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય વિજય લધ્ધ પ્રભ સૂરીજી મ.સાહેબ, ગચ્છાધિપતિ શૈલેષ મુનિજી મહારાજ, પંન્યાસ પ્રવર યાત્રિત્રસેન વિજયજી મ. સાહેબ સહિત બોટાદમાં બિરાજમાન સર્વે સાધુ-સાધ્વીજી-મહાસતીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય જયપ્રભ સૂરીશ્વરજી મ. સાહેબ (જે.પી. ગુરુદેવ) દ્વારા સવારે ૯.૦૦ કલાકે પરા જૈન દેરાસરથી રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જે સ્થાનકવાસી વાડી (ગામમાં) સુધી પહોંચી હતી. રેલીનું મુખ્ય આકર્ષણ વિવિધ વેશભૂષા, વિવિધ થીમ દ્વારા જનજાગૃતિ અને બાળકો દ્વારા સ્કેટિંગ હતું. આ રેલી 'એક દિન દેશભક્તિ કે નામ' થીમ પર આધારિત હતી. સમગ્ર રેલીનું આયોજન બોટાદ જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બંગાળના કૂચબિહારમાંથી 3 શંકાસ્પદ ISI એજન્ટ ઝડપાયા:ભારતીય સિમ કાર્ડ પાકિસ્તાન મોકલી રહ્યા હતા, નકલી નોટો પણ બનાવતા હતા
    Next Article
    શ્રાવણિયા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચની મોટી રેડ:પોર ગામે ખેતરમાં ઓરડી ભાડે રાખી ધમધમતો જુગારનો અડ્ડો, 21 જુગારીઓને દબોચ્યા; 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment