Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા-સાળંગપુરમાં તિરંગા થીમ પર દિવ્ય શણગાર:ગોપીનાથજી અને કષ્ટભંજન હનુમાનજીને વિશેષ શણગાર, ભક્તોએ કર્યા દર્શન

    10 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગોપીનાથજી ભગવાનને તિરંગાની થીમ પર આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ગોપીનાથજી ભગવાનને 51 હજાર તુલસી પત્ર અર્પણ કરીને વિશેષ પૂજન કરાયું હતું. શ્રાવણ માસ દરમિયાન દરરોજ 51 હજાર તુલસી પાનથી ભગવાનનું પૂજન કરવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. તેમણે ગોપીનાથજી ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. આ જ રીતે, સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મંદિર પરિસરને તિરંગાના રંગોથી સુશોભિત કરાયું હતું. કષ્ટભંજન હનુમાનજી દાદાને તિરંગાની થીમ પર વાઘા અને આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. દાદાની મૂર્તિને ફળોના તિરંગા સ્વરૂપે પણ વિશેષ રીતે સજાવવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મંદિર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો, જ્યાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા સાળંગપુર પહોંચ્યા હતા. ભક્તોએ દાદાના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રીતે, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી શ્રદ્ધા અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણમાં સંપન્ન થઈ.
    Click here to Read More
    Previous Article
    80મા આઝાદી દીનની ઉજવણી:અમદાવાદમાં આંબલી પાસેના ઈસ્કોન પ્લેટિનમમાં સેલિબ્રેશન, DCPએ ધ્વજ ફરકાવી સલામી આપી
    Next Article
    પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલામાં ધ્વજવંદન કર્યું:સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન અને વૃક્ષારોપણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment