Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બચ્ચન પરિવારની લેગસી પર કોર્ટમાં પ્રશ્નો ઉઠ્યા:ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાએ મોતના સમાચારો વિરુદ્ધ કેસ કર્યો હતો, જાણો શું છે મામલો

    12 hours ago

    બોલિવૂડના દિગ્ગજ બચ્ચન પરિવારનું નામ દાયકાઓથી હિન્દી સિનેમાની ઓળખ અને વારસા સાથે જોડાયેલું રહ્યું છે. હવે આ જ નામ અને તેની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આરાધ્યા બચ્ચનની તબિયતને લઈને ફેલાવવામાં આવેલી ખોટી ખબરો પર સુનાવણી કરતા કોર્ટે પૂછ્યું કે, શું કોઈ પ્રખ્યાત પરિવારના નામ અને તેની પ્રતિષ્ઠાને વારસો (લેગેસી) માની શકાય છે? જો હા, તો શું આ વારસો (લેગેસી) આગામી પેઢીઓ સુધી કાનૂની સુરક્ષા સાથે આગળ વધી શકે છે? આરાધ્યા બચ્ચન સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પરિવારના નામ અને તેની પ્રતિષ્ઠાને લઈને મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે, શું કોઈ પ્રખ્યાત પરિવારના નામ સાથે જોડાયેલી પ્રતિષ્ઠાને વારસા (લેગેસી)ની જેમ આગામી પેઢીઓ સુધી કાનૂની સુરક્ષા મળી શકે છે? જો મળી શકે છે, તો આ સુરક્ષા કેટલી પેઢીઓ સુધી ચાલુ રહેશે? જસ્ટિસ અનૂપ જયરામ ભંભાણીએ કહ્યું કે, 'કોઈ ટ્રેડમાર્કની ઓળખ તેના પ્રોડક્ટ કે સર્વિસને કારણે બને છે. પરંતુ કોઈ વ્યક્તિ કે પરિવારના નામની ઓળખ તેની સિદ્ધિઓ, કામ અને સમાજમાં તેની પ્રતિષ્ઠાથી બને છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ છે કે, શું આ પ્રતિષ્ઠા પણ પરિવારની લેગસીની જેમ આગળ વધી શકે છે?' કોર્ટે ત્રણ મોટા પ્રશ્નો ઉઠાવ્યા- પહેલો પ્રશ્ન- શું પરિવારની પ્રતિષ્ઠા આગામી પેઢીઓ સુધી જઈ શકે છે? કોર્ટ એ જોશે કે જો કોઈ પરિવારના નામની પ્રતિષ્ઠા ટ્રેડમાર્ક જેવી માનવામાં આવે, તો શું આ પ્રતિષ્ઠા આગામી પેઢીઓ સુધી જળવાઈ રહી શકે છે? જો હા, તો તેની કાનૂની મર્યાદા શું હશે? બીજો પ્રશ્ન- શું ફેક ન્યૂઝ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું ઉલ્લંઘન છે? કોર્ટ એ પણ જોશે કે, જો કોઈ સેલિબ્રિટી કે તેના પરિવાર વિશે અત્યંત વાંધાજનક અને ખોટા સમાચાર ફેલાવવામાં આવે, તો શું તેને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું ઉલ્લંઘન ગણી શકાય? ત્રીજો પ્રશ્ન- શું માનહાનિને પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે જોડી શકાય? કોર્ટ એ સમજવાનો પ્રયાસ કરશે કે, કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી માનહાનિને શું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હેઠળ લાવી શકાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રશ્નો અંતિમ નથી અને કેસમાં આગળ વધુ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. બચ્ચન પરિવારની લેગસીનો પણ મુદ્દો આરાધ્યા તરફથી હાજર રહેલા વકીલ પ્રવીણ આનંદે જણાવ્યું હતું કે, 'આ મામલો માત્ર આરાધ્યાની પ્રતિષ્ઠાનો નથી, પરંતુ સમગ્ર બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાનો છે.' તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, 'બચ્ચન પરિવારની તસવીરો અને 'બચ્ચન' નામનો ઉપયોગ કરીને એવા વીડિયો બનાવવામાં આવ્યા હતા, જેમાં આરાધ્યાના મૃત્યુ કે કેન્સર જેવી ખોટી વાતો કહેવામાં આવી હતી. જેનાથી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.' આ જ કારણ છે કે હવે કોર્ટ સમક્ષ એક મોટો પ્રશ્ન છે કે, શું કોઈ પ્રખ્યાત પરિવારના નામ અને તેની પ્રતિષ્ઠાને વારસો માની શકાય છે અને શું તે વારસાને કાનૂની સુરક્ષા આપી શકાય છે? 15 સપ્ટેમ્બરે થશે આગામી સુનાવણી દિલ્હી હાઈકોર્ટ આ કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે કરશે. આ દરમિયાન પરિવારની પ્રતિષ્ઠા, ફેક ન્યૂઝ, બદનક્ષી અને પર્સનાલિટી રાઇટ્સ સંબંધિત પ્રશ્નો પર વધુ ચર્ચા થશે. આ કેસનો નિર્ણય માત્ર બચ્ચન પરિવાર માટે જ નહીં, પરંતુ અન્ય સેલિબ્રિટી પરિવારો માટે પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આનાથી એ નક્કી કરવામાં મદદ મળી શકે છે કે કોઈ પરિવારના નામ, ઓળખ, તસવીર અને પ્રતિષ્ઠાનો ઓનલાઈન ખોટી રીતે ઉપયોગ કરવા પર કાયદો કઈ રીતે સુરક્ષા આપે છે.
    Click here to Read More
    Previous Article
    જ્યારે 4 દિવસ સતત ફિલ્ડિંગ કરતી રહી ટીમ ઈન્ડિયા!:ટેસ્ટના સૌથી મોટા સ્કોરની કહાની, ભારત 2 દિવસ સુધી વિકેટ માટે તરસી; 29 વર્ષથી રેકોર્ડ કાયમ
    Next Article
    પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની સમીક્ષા બેઠક:રાહત કામગીરી માળખાકીય સુવિધાઓ અને કૃષિ સમીક્ષા કરાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment