Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે હરિયાળી ત્રીજ:સુખી વૈવાહિક જીવનની કામનાથી સજોડે કરો શિવ-પાર્વતીની પૂજા, જાણો સામગ્રીની યાદી અને વિધિ

    9 hours ago

    આજે (15 ઓગસ્ટ) શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા છે. આ દિવસે હરિયાળી ત્રીજનું વ્રત કરવામાં આવે છે. વિવાહિત મહિલાઓ માટે આ પર્વનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવાથી જીવનસાથીને શુભ ફળ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, હરિયાળી ત્રીજ પર પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. જાણો શિવ-પાર્વતીની પૂજાની સરળ વિધિ... આ છે પૂજન વિધિ સ્નાન કર્યા પછી પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. ઘરના મંદિરમાં ભગવાન સામે કહો કે, 'અમે પતિ-પત્ની સંતાન, સૌભાગ્ય વૃદ્ધિની કામનાથી શિવ-પાર્વતીની પૂજા કરવાનો સંકલ્પ લઈએ છીએ.' પતિ-પત્ની ઘરના મંદિરમાં કે અન્ય કોઈ મંદિરમાં સૌથી પહેલા ગણેશ પૂજન કરે. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્રો અર્પણ કરો. ગંધ, ફૂલ, ચોખાથી પૂજા કરો. ત્યારબાદ શિવ-પાર્વતીની પૂજા શરૂ કરો. શિવલિંગ અને દેવી પાર્વતીને સ્નાન કરાવો. સ્નાન પહેલા જળથી, પછી પંચામૃતથી અને ફરી જળથી સ્નાન કરાવો. શિવ-પાર્વતીને વસ્ત્રો અર્પણ કરો. વસ્ત્રો પછી ફૂલોના આભૂષણ પહેરાવો. પુષ્પમાળા પહેરાવો. તિલક કરો. 'ૐ સામ્બ શિવાય નમઃ' કહેતા ભગવાન શિવને અષ્ટગંધનું તિલક લગાવો. ભગવાન શિવ અને પાર્વતીનું બીલીપત્રથી પૂજન કરો. કનેરના પુષ્પ અર્પણ કરો. 'ૐ ગૌર્યૈ નમઃ' કહેતા માતા પાર્વતીને કુમકુમનું તિલક લગાવો. હવે ધૂપ-દીપ અર્પણ કરો. ફૂલ અર્પણ કરો. ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. નૈવેદ્ય અર્પણ કરો. ગૌરી-શંકરના પૂજન સમયે 'ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ' મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. આરતી પછી અન્ય લોકોને પ્રસાદ વિતરિત કરો અને પૂજામાં થયેલી જાણી-અજાણી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગો.
    Click here to Read More
    Previous Article
    બહુ ખરાબ રીતે આઉટ થયો યશસ્વી જયસ્વાલ:રન લેવા માટે દોડ્યો ને બોલર સાથે અથડાતા પીચ પર પડ્યો, કીપરે રનઆઉટ કર્યો; લંચ સુધીમાં સ્કોર 101/1
    Next Article
    ચમોલી ટનલ દુર્ઘટનામાં છત્તીસગઢના 2 મજૂરોના મોત:2 હજુ પણ ગુમ, 2 ઘાયલોની સારવાર ચાલુ, ભૂસ્ખલનથી કાટમાળ-પાણી ભરાયું, બચાવ કાર્ય ચાલુ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment