Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સરકારી ઇમારતો તિરંગા રોશનીથી ઝળહળી:સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેર દેશભક્તિના રંગે રંગાયું

    12 hours ago

    દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓને તિરંગાના રંગોની આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. આ રોશની વલસાડવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વલસાડ કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન-૨, જનસેવા કેન્દ્ર, સિટી પોલીસ સ્ટેશન, હોમગાર્ડ કચેરી, માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર કચેરી, જિલ્લા કોર્ટ તેમજ વલસાડ રેલવે સ્ટેશન સહિતની ઇમારતો કેસરી, સફેદ અને લીલા રંગની ઝગમગતી રોશનીથી શોભી રહી છે. રાત્રિના સમયે તિરંગાના રંગોથી ઝળહળતી આ સરકારી ઇમારતો સમગ્ર વલસાડ શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા નાગરિકો આ મનમોહક નજારો નિહાળી રહ્યા છે અને મોબાઇલ કેમેરામાં તસવીરો કંડારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તિરંગાની રોશનીથી સજાયેલા શહેરને નિહાળીને વલસાડવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ, ઉત્સાહ અને તિરંગા પ્રત્યેના ગૌરવની લાગણી વધુ પ્રબળ બની છે. આ રોશની શણગાર માત્ર શહેરની સુંદરતામાં વધારો કરતો નથી, પરંતુ નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પણ ઉજાગર કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Man Living Alone Says Flat Never Feels Like Home, Explains Why Family Matters
    Next Article
    અતુલ પ્રખંડમાં અખંડ ભારત પર્વ સ્મૃતિ કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment