Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીફ જસ્ટિસે કો-ઓપ્ટ સભ્યો માટે આપ્યા નામ:ગુજરાત બાર કાઉન્સિલમાં બે મહિલા વકીલોના નામનો પ્રસ્તાવ મોકલ્યો

    8 hours ago

    સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દેશની તમામ બાર કાઉન્સિલોમાં મહિલા વકીલના કો-ઓપ્ટ સભ્યની નિમણૂંક અંગે જે તે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સત્તા અને જવાબદારી સોંપવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા ગુજરાત બાર કાઉન્સિલમાં બે મહિલા વકીલ કો-ઓપ્ટ સભ્ય તરીકે ગુજરાત હાઈકોર્ટના જ પૂર્વ જસ્ટિસ મોનાબેન એમ.ભટ્ટ અને સિનિયર મહિલા એડવોકેટ મેઘાબેન જાનીના નામોનો પ્રસ્તાવ ગુજરાત બાર કાઉન્સિલને મોકલી આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે તેમના આ બે નામોના પ્રસ્તાવ પરત્વે ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલી આપવા પણ જણાવ્યું છે. દરેક સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલા વકીલની નિયુક્તિ ફરજિયાત તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની બેંચે દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલોમાં જે તે હાઈકોર્ટના પૂર્વ મહિલા જજ અથવા બારમાં સારી પ્રતિભા ધરાવતી સિનિયર મહિલા એડવોકેટમાંથી કો-ઓપ્ટ મહિલા વકીલની નિયુક્તિ કરવા અંગે હુકમ કર્યો હતો. વધુમાં, સુપ્રીમકોર્ટે દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલોમાં મહિલા વકીલોની કો-ઓપ્ટ નિમણૂંક જે તે હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશાનુસાર કરવા પણ હુકમ કર્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા બે મહિલા નામોની દરખાસ્ત સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે જે તે સ્ટેટ બાર કાઉન્સિલમાં મહિલા વકીલના કો-ઓપ્ટ સભ્યની નિમણૂંક કરવાની સત્તા ચીફ જસ્ટિસને આપી હોવાથી બે દિવસ પહેલાં જ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને એક પત્ર મારફતે ગુજરાત બાર કાઉન્સિલમાં બે મહિલા વકીલ કો-ઓપ્ટ સભ્યોના નામો સૂચવવા વિનંતી કરાઇ હતી, જેના અનુસંધાનમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા ગુજરાત બાર કાઉન્સિલમાં બે મહિલા વકીલ કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂંક કરવા ગુજરાત હાઈકોર્ટના જ પૂર્વ મહિલા જજ મોનાબેન એમ.ભટ્ટ અને સિનિયર મહિલા એડવોકેટ મેઘાબેન જાનીના નામોનો પ્રસ્તાવ બાર કાઉન્સિલને મોકલી આપ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તરફથી ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા તમામ સભ્યોને તેમના અભિપ્રાયો પણ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલી આપવા તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગુજરાત બાર કાઉન્સિલની નવી બોડીની રચનાનો માર્ગ મોકળો ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલની માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં 18 પુરુષ વકીલો અને પાંચ મહિલા વકીલો સહિત કુલ 23 સભ્યો ચૂંટાઇ આવ્યા હતા પરંતુ બે મહિલા વકીલની કો-ઓપ્ટ નિમણૂક મુદ્દે સુપ્રીમકોર્ટમાંથી નિર્દેશ ના મળે ત્યાં સુધી મામલો અટવાયેલો રહ્યો હતો. તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે મહિલા વકીલોની કો-ઓપ્ટ નિમણૂંક અંગે સ્પષ્ટ નિર્દેશ જારી કરી દેતાં હવે મહિલા વકીલોની કો-ઓપ્ટ નિમણૂંકનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાત બાર કાઉન્સિલનું 25 સભ્યોનું ફુલ કોરમ બનતાં નવી બોડી સત્તા સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    Dry Days In August 2026: Liquor Shops To Remain Closed In India On These Dates
    Next Article
    Ex-Cambridge University Professor Jason Arday Found Dead At Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment