Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ફિલ્મ ‘ચટણી’નું ટીઝર રિલીઝ:લગ્ન બાદ મલ્હાર ઠાકર અને પૂજા જોશી પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે, પ્રોડ્યુસર તરીકે કપલની નવી ઇનિંગ શરૂ

    14 hours ago

    ગુજરાતી સિનેમામાં હાલમાં સુવર્ણયુગમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં નવા વિષય પર નવી વાર્તાઓને દર્શકોનો ભારે પ્રેમ મળી રહ્યો છે. તેવામાં ગુજરાતી સિનેમાનું ક્યુટ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી તેમની ખાટી-મીઠી અને મજેદાર વાર્તા ‘ચટણી’ લઈને દર્શકોની સામે આવી રહ્યા છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મ ‘ચટણી’નું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં સ્ટાર્સનો ખૂબ જ હળવો અને મજેદાર અંદાજ જોવા મળી રહ્યો છે. ‘કાળુ કાકા એન્ડ સન્સ’ નામની ફરસાણની જૂની દુકાન સૌની મનપસંદ છે. વર્ષોથી આ લોકપ્રિયતા જળવાઈ રહેવાનું કારણ ત્યાં મળતી ચટણી છે. ફિલ્મનો હીરો (મલ્હાર) દુકાનના નફાને વધારવા માટે જાત-જાતની યુક્તિઓ લગાવે છે. પરિવારના ખાટા, મીઠા, તીખા અને મજેદાર સ્વાદો જેવા સંબંધોને વાર્તામાં વણી લેવાયેલા છે. ‘ચટણી’માં મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ડિરેક્ટર સંદીપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખાયેલી આ વાર્તામાં પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. E4U Entertainment અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ પ્રોડક્શનની આ ફિલ્મમાં પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેડાવાલા અને હર્ષ પટેલ નિર્માતા છે, જ્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોતે આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે.
    Click here to Read More
    Previous Article
    Gujarat Breaking News | 7 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18
    Next Article
    રાષ્ટ્રપતિએ કહ્યું- સિંધુ જળ સંધિ મુલતવી રાખવી યોગ્ય પગલું:તેનો ફાયદો આપણા ખેડૂતોને થશે; સ્વતંત્રતા દિવસ પહેલાં રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment