Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર ૐ પ્લે હાઉસના ભૂલકાઓ દેશભક્તિના રંગે રંગાયા:સ્વતંત્રતા દિવસ પૂર્વે તિરંગા સાથે ઉત્સાહભેર ઉજવણી

    1 day ago

    લાલપુર ખાતે આવેલા ૐ પ્લે હાઉસમાં ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાનકડા ભૂલકાઓમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ભૂલકાઓ તિરંગાના રંગોમાં સજ્જ થઈને આવ્યા હતા. તેમના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ હતો અને તેઓ 'તિરંગો પ્યારો'ની ભાવના વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. બાળકોના ચહેરા પર દેશપ્રેમ અને ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.શિક્ષકો દ્વારા બાળકોને રાષ્ટ્રીય ધ્વજ, સ્વતંત્રતા દિવસ અને દેશપ્રેમના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ દ્વારા બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરાયો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્લે હાઉસનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. નાનકડા ભૂલકાઓની તિરંગા પ્રત્યેની લાગણી અને ઉત્સાહ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અર્બુદા માતાજીની અખંડ જ્યોત રથયાત્રા પાટણ પહોંચી:અખિલ આંજણા કેળવણી મંડળ 21 થી 23 ઓગસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજશે
    Next Article
    શાપર વેરાવળમાં સાઢુભાઇને અગાસી પરથી ધક્કો મારી પતાવી દીધો:મૃતકના સાઢુ અમરેન્દ્રસિંહની ધરપકડ, રાજકોટમાં સંબંધીઓના ખૂન વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment