Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ રમત સંકુલની મુલાકાત લીધી:સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમ્યા

    1 day ago

    ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદની મુલાકાત લીધી હતી. તિરંગા યાત્રામાં સહભાગી થયા બાદ તેમણે રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા રમત સંકુલની મુલાકાત લીધી હતી. આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને અન્ય આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રમત સંકુલના બેડમિન્ટન કોર્ટ ખાતે યુવા ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સંઘવીએ સંકુલમાં ખેલાડીઓ માટે ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે આ સ્પોર્ટસ સંકુલનો ઉપયોગ વધુમાં વધુ રમતવીરો કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. આણંદ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિર્દેશ હેઠળ આ રમત સંકુલ વિકસાવવામાં આવ્યું છે. રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે બનેલા આ જિલ્લા રમત સંકુલમાં અત્યાધુનિક ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ (બેડમિન્ટન સહિત), ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટ, સિન્થેટીક ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને વિશાળ હોકી ગ્રાઉન્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સંકુલમાં આંતરિક રોડ-રસ્તા, પેવર બ્લોક વર્ક, સુવ્યવસ્થિત પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ, ઈરીગેશન નેટવર્ક, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, બાહ્ય વોટર સપ્લાય, હાઇમાસ્ટ અને સ્ટ્રીટ લાઇટ્સ, પર્કોલેશન વેલ, બોરવેલ, મજબૂત કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન, મુખ્ય પ્રવેશ દ્વાર અને બાહ્ય ટોઇલેટ બ્લોકની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ મુલાકાત દરમિયાન આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડા, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશ્નર આર.એન. ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તરસાલી રોડ પર યુવકની હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા:મૃતક યુવક અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો, બે વોન્ટેડ આરોપી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ
    Next Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment