Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતન્યાહૂએ બ્રિટનને 'ઇસ્લામિક રિપબ્લિક' ગણાવ્યો:બોલ્યા- પરમાણુ હથિયાર રાખનારો પહેલો એવો દેશ હશે; ઇઝરાયલને લઈને ઇંગ્લેન્ડમાં વિચાર બદલાયા

    1 day ago

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બ્રિટન પર કટાક્ષ કરતા તેને ‘ઇસ્લામિક રિપબ્લિક’ ગણાવ્યું. તેમણે કહ્યું કે બ્રિટન એક એવો ઇસ્લામિક દેશ બની શકે છે, જેની પાસે પરમાણુ હથિયારો હોય. નેતન્યાહુએ ગુરુવારે આર્મી રેડિયોના એક પોડકાસ્ટમાં આ વાત કહી. નેતન્યાહુએ બ્રિટનની વર્તમાન સ્થિતિની તુલના ઈરાન સાથે કરતા કહ્યું કે ઇઝરાયલ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયારો મેળવી ન શકે. નેતન્યાહુએ કહ્યું- તમે બ્રિટનને ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ બ્રિટન’ કહી શકો છો. કોઈએ કહ્યું હતું કે પરમાણુ હથિયારો ધરાવનારું પ્રથમ ઇસ્લામિક રિપબ્લિક બ્રિટન હશે. અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આવો બીજો દેશ ન હોય… તમે જાણો છો કે હું ઈરાનની વાત કરી રહ્યો છું.” નેતન્યાહુનું નિવેદન સાંભળો… નેતન્યાહુએ કહ્યું- બ્રિટનમાં ઇઝરાયલને લઈને વિચાર બદલાયો નેતન્યાહુ બ્રિટન અને યુરોપમાં વસતિમાં થઈ રહેલા ફેરફારોની વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક દાયકા પહેલા બ્રિટનમાં ઇઝરાયલને લઈને વિચાર આજથી ઘણો અલગ હતો. તેમણે 1967માં આરબ દેશો સાથે થયેલા યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પુત્ર અને પૌત્ર તે સમયે પત્રકાર બનીને ઇઝરાયલ આવ્યા હતા. તેમણે યુદ્ધનું રિપોર્ટિંગ ઇઝરાયલના પક્ષમાં કર્યું હતું. નેતન્યાહુએ કહ્યું કે આજના બ્રિટનમાં આવું વાતાવરણ જોવું મુશ્કેલ છે. નેતન્યાહુ યુરોપને લઈને આવું શા માટે કહે છે? નેતન્યાહુએ એમ પણ કહ્યું કે સમગ્ર યુરોપમાં બ્રિટન જેવી સ્થિતિ બની રહી છે. તેઓ પહેલા પણ યુરોપમાં વધતી મુસ્લિમ વસતિ અને અન્ય દેશોમાંથી આવતા મુસ્લિમ પ્રવાસીઓને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે યુરોપિયન દેશોમાં મુસ્લિમ વસતિ વધવાની સાથે ત્યાંની સરકારોનો ઇઝરાયલ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાઈ રહ્યો છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસનો ઇઝરાયલ પર હુમલા બાદ ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી શરૂ થઈ. ત્યારબાદ ઘણા યુરોપિયન દેશોએ ઇઝરાયલની કાર્યવાહી અને ગાઝામાં સામાન્ય લોકોની સ્થિતિ અંગે તેની ટીકા કરી. નેતન્યાહુ માને છે કે યુરોપમાં વસતિમાં થઈ રહેલા ફેરફારો પણ ઇઝરાયલ વિરુદ્ધ વધતી ટીકાનું એક કારણ છે. વેન્સે પણ બ્રિટનને લઈને આવું નિવેદન આપ્યું હતું નેતન્યાહુનું આ નિવેદન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની 2024ની એક ટિપ્પણી સાથે મળતું આવે છે. તેમણે એક ભાષણમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમનો એક મિત્ર આ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે પરમાણુ હથિયારો ધરાવતો પ્રથમ ઇસ્લામિક દેશ કયો હશે. વેન્સે કહ્યું- મને લાગ્યું કે કદાચ આ ઈરાન હોઈ શકે છે. પાકિસ્તાન તો પહેલેથી જ પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે. જોકે, બ્રિટન પણ આવો દેશ બની શકે છે, કારણ કે ત્યાં લેબર પાર્ટી સત્તામાં આવી ગઈ છે. હકીકતમાં, તે સમયે બ્રિટનમાં લેબર પાર્ટીની જીત પછી કીર સ્ટાર્મર વડાપ્રધાન બન્યા હતા. વેન્સ બ્રિટનમાં પ્રવાસીઓને લઈને લેબર પાર્ટીની નીતિઓ પર કટાક્ષ કરતા આ ટિપ્પણી કરી રહ્યા હતા. વેન્સ તે સમયે ઓહાયોથી અમેરિકી સેનેટર હતા. ફેક્ટ ચેક: બ્રિટન ‘ઇસ્લામિક રિપબ્લિક’ નથી. બ્રિટનમાં સરકાર અને કાયદા ધર્મના આધારે ચાલતા નથી. તેનાથી વિપરીત, પાકિસ્તાનનું સત્તાવાર નામ જ ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન’ છે અને ત્યાં ઇસ્લામ રાજ્ય ધર્મ છે. પાકિસ્તાને 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા અને તે પહેલો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બન્યો, જેની પાસે પરમાણુ હથિયારો છે.
    Click here to Read More
    Previous Article
    14 लाख लेकर JEN भर्ती परीक्षा के दिए पेपर, मानेसर में बुक किया था कमरा
    Next Article
    આરજી કર કેસ: પૂર્વ TMC ધારાસભ્ય પર ટોળાનો હુમલો:ઇંડા ફેંક્યા-કાદવ લગાવ્યો, જૂતાનો હાર પહેરાવ્યો, 'ચોર-ચોર'ના નારા; હેલ્મેટ પહેરાવીને કોર્ટમાં લઈ જવા પડ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment