Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ઈનોશની પત્ની બોલું છું, તેનો ધંધો છોકરીઓને ફસાવવાનો છે':અક્ષર રિવરક્રુઝના પૂર્વ મેનેજરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, પત્નીએ યુવતીને ફોન કરતા ભાંડો ફૂટ્યો; આરોપીની ધરપકડ

    19 hours ago

    અમદાવાદના અક્ષર રિવરક્રૂઝના તત્કાલિન મેનેજર ઈનોશ મેયર્સે નિકોલની યુવતીને અપરણિત પ્રેમજાળમાં ફસાવી હતી. વટવા સ્થિત ઘરે નશીલી સિગરેટ પીવડાવી દુષ્કર્મ આચર્યું અને અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી અને યુવતીએ આખરે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અક્ષર રિવરક્રૂઝમાં રિસેપ્શનિસ્ટ હતી યુવતી નિકોલમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય યુવતી B.Com.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. વર્ષ 2024માં સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ‘અક્ષર રિવરક્રૂઝ’માં તે રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને નવેમ્બર 2025માં ઈનોશ સોનિયા મેયર્સ નામનો યુવક ત્યાં મેનેજર તરીકે જોડાતાં બંને વચ્ચે કામકાજ અંગે વાતચીત થતી હતી. આ દરમિયાન ઈનોશે પોતે અપરિણીત હોવાનું કહી ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ મૂકતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં ક્રૂઝના અન્ય કર્મચારીઓ સાથે યુવતી પણ અવારનવાર ઈનોશના ઘરે નાસ્તો કરવા જતી હતી. ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું એક દિવસ ઈનોશે યુવતીને વોટ્સએપ કોલ કરીને ‘બધા ફ્રેન્ડ્સ ઘરે આવે છે’ કહી વટવામાં પોતાના ઘરે બોલાવી હતી. યુવતી ત્યાં પહોંચી ત્યારે ઇનોશ એકલો જ હતો અને સિગરેટ પીતો હતો. યુવતીને પણ સિગરેટ પીવાની ઓફર કરી હતી, પરંતુ યુવતીએ ના પાડતાં તેણે બળજબરીથી નશીલા પદાર્થયુક્તવાળી સિગરેટ પીવડાવી હતી. યુવતી બેભાન થઈ જતાં ઈનોશે તેની સાથે દુષ્કર્મ આચરીને આપત્તિજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જો કે યુવતી હોશમાં આવ્યા બાદ પોતાની સાથે થયેલા ગેરકૃત્યની જાણ થઈ હતી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આ ઘટના બાદ યુવતીએ ઈનોશના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને નોકરી પર પણ માત્ર કામ પૂરતી જ વાત રાખતી હતી. આ સમયે ઈનોશે મેનેજર હોવાનો ફાયદો ઉઠાવી તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે યુવતીને ફોટા-વીડિયો માતા-પિતાને મોકલી દેવાની ધમકી આપતાં ગભરાઈને યુવતીએ જાન્યુઆરીમાં નોકરી છોડી દીધી હતી. આમ છતાં, ઈનોશે તેને સતત ફોન કરી ધમકી આપતા કહ્યું કે- તારી સાથે મેં સંબંધ બાંધ્યો હતો તેના ફોટા અને વીડિયો, હું તારા માતાપિતાને વોટ્સએપમાં મોકલી દઈશ અને વાયરલ કરીશ. એટલું જ નહીં આ ધમકીથી ઈનોશે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. બાપુનગરની હોસ્પિટલમાં તપાસ કરાવતા તેને બે મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. પત્નીના ફોનથી ફૂટ્યો ભાંડો આ દરમિયાન કેટલાક લોકોએ યુવતીના ઘરે જઈ તેની માતાને કહ્યું કે, "તમારી દીકરી પરિણીત મુસ્લિમ યુવક ઇનોશ સાથે રિલેશનમાં છે, તેમણે લગ્ન કરી લીધા છે અને એબોર્શન પણ કરાવી દીધું છે." બાદમાં જ્યારે ઈનોશ વટવા સ્થિત ઘર ખાલી કરતો હતો, ત્યારે તેની પત્નીનો ફોન યુવતી પર આવ્યો હતો. તેણે જણાવ્યું કે, "હું ઇનોશની પત્ની બોલું છું, તે મુસ્લિમ છે અને એક બાળકનો પિતા છે, છોકરીઓને ફસાવવાનો તેનો ધંધો છે." પોલીસે આરોપીની ધરપકડ કરી આ સત્ય સામે આવ્યા બાદ માતા-પિતાએ વિગતવાર પૂછપરછ કરતા યુવતીએ પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી જણાવી દીધી હતી. આખરે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ઈનોશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સદનસીબે મોટી દુર્ઘટના ટળી:રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીક થતા અફરાતફરી, GSPC ટીમે તરત દોડી જઇ લીકેજ બંધ કર્યું
    Next Article
    Will India Travel to Bangladesh? BCCI Source Reveals Latest Position

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment